હાલોલ ગુરૂકૃપા સોસાયટીમાં એક રહીશના મકાનમાં આગ લાગતા ઇટેકટ્રિક ઉપકરણો સહિત ઘરવકરી સામાન બળીને રાખ. પંચમહાલ જિલ્લાના હાલોલ નગરમાં આવેલ ગુરૂકૃપા સોસાયટીના એક મકાનમાં પતિના દેહાંત પછી માતા તેમનો પુત્ર સાથે રહેતા હતાં. શનિવારના રોજ બપોર ના સમયે સ્વ.મહિલા અને તેમનો પુત્ર બજારમાં ખરીદી માટે નીકળ્યા હતાં.
આ સમય દરમ્યાનસોસાયટીના આસપાસ ના રહીશોને કાઈ સળગતા હોવાની બદબુ આવતા જોતાં મકાનમાં આગ ભભૂકતી હતી. સ્થાનિક રહીશો દોડી આવતા આગ ને બુજવાની કોશિશ કરી તાત્કાલિક હાલોલ ફાયર ફાઈટર ને જાન કરતા નગરપાલિકા ફાયર ફાઈટર ધટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી. ઘરમાં અચાનક ઇલેક્ટ્રિક સોટ સર્કિટ થતા બંધ મકાનમાં આગ લાગી હોવાનુ જાણવા મળ્યુ છે. જોકે ઘરમાં ઈલેક્ટ્રીક પોઇન્ટ, ઈલેક્ટ્રીક ઉપકરણો સહિત ઘર વક્રીસામાન બળીને ભડથું થઈ ગયો.