હાલોલ,
હાલોલ જીઆઈડીસી ગાયત્રી નગર પેટ્રોલ પંપ પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી ત્રણ ઈસમો 21,780/- રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલોલ જીઆઈડીસી ગાયત્રી નગર પેટ્રોલ પંપ પાછળના ભાગે ખુલ્લામાં જુગાર રમતા સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન મહેન્દ્ર ભુપતભાઈ પુવાર, વિષ્ણુસિંહ કિરણસિંહ બામણીયા, કલ્યાણસિંહ ઉર્ફે કલુ છબીલદાસ પટેલને ઝડપી પાડવામાં આવ્યા અને અંગઝડતી તેમજ દાવ ઉપર મુકેલ રોકડ, મોબાઈલ ફોન-3 મળી 21,780/-રૂપીયાની મત્તા કબ્જે લઈ આ બાબતે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાંં આવી.