હાલોલની ફાઈનાન્સ કંપનીના ફિલ્ડ ઓફિસરને 178 ગ્રાહકો પાસેથી 2,83,423/-રૂપીયા અંગત કામે વાપરી નાખતા પોલીસ ફરિયાદ

હાલોલ,
હાલોલ ખાતે આઈઆઈએફએલ સમસ્યા ફાઈનાન્સ કંપનીના ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ 7 જુન થી 20 જુન સુધી 178 ગ્રાહકો પાસેથી કાર્ડમાં સહી કરી પહોંચ આપી રૂપીયા 2,83,423/-રકમ ઉધરાવી કંપનીમાં જમા નહિ કરાવી અંગત કામમાં વાપરી નાખતા કંપની સાથે વિશ્ર્વાસધાતની ફરિયાદ હાલોલ ટાઉન પોલીસ મથકે નોંંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ-ગોધરા રોડ ઉપર આવેલ આઈઆઈએફએલ સમસ્થા ફાઇનાન્સ કંપની લી.માં ફિલ્ડ કલેકશન કરવાની કામગીરીમાં રોહિતભાઇ નરવતભાઇ સરાનીયા (રહે. લસબાની,તા.ગોધરા) છેલ્લા બે વર્ષથી ફિલ્ડમાં કલેકશન કરવાનું કામ કરતા હોય 19 જુનના રોજ સાંજનો સમય થઈ ગયો હોવા છતાં કલેકશન કરેલ પૈસા બ્રાન્ચમાં જમા કરાવા આવેલ નહિ. જેથી કં5નીના ફાઇનાન્સ મેનેજરએ ફોન કરી રોહિતભાઈને કલેકશન કેટલું થયું તે જમા કરાવી જવા તેમ કહેતા 84,300/-રૂપીયાનું કલેકશન કર્યું છે પણ કયાંક પડી ગયા છે. બીજા દિવસે આરોપી રોહિતભાઇ બ્રાન્ચ ઓફિસમાં આવ્યા હતા. કલેકશન બે દિવસમાં જમા કરાવી દઈશ પણ જમા નહિ કરાવતા બ્રાન્ચ મેનેજરે ઉપલા અધિકારીને જાણ કરી હતી. બ્રાન્ચનું વિજીલન્સ ઓફિસર દ્વારા ઓડિટ કરતા જાણવા મળ્યું કે, રોહિતભાઇએ 178 ગ્રાહકો પાસેથી કાર્ડમાં સહી કરી કેટલાકને પહોંચ આપીને કેટલાકને પોતાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી રૂપીયા 2,83,423/-ની રકમ ઉધરાવી ફાઇનાન્સ કંપનીમાં જમા નહિ કરાવી અંગત કામે વાપરી નાખતા વિશ્ર્વાસધાત કરતા આ બાબતે હાલોલ ટાઉન પોલીસ મથકે રોહિતભાઇ સરાનીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.