હાલોલ,પંચમહાલ જીલ્લા મા 181 અભયમ મહિલા હેલ્પ લાઇનની ટીમને હાલોલ તાલુકાના અંતરિયાળ ગામમાંથી હાલોલ સીટીમાં કામ ધંધા માટે આવેલા એક પીડિત મહિલાનો ફોન આવતા 181 અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી પૂછપરછ કરતા પીડિત મહિલાએ પોતાની દુ:ખદ ત્રાસદાયક આપવીતી જણાવી હતી. જેમાં પીડિત મહિલાનો પતિ બે વર્ષથી એક પણ રૂપિયો ઘરમાં આપતો ન હતો અને એક વિધવા સ્ત્રી જેના 3 બાળકો છે, તેની સાથે પ્રેમ સંબંધ રાખી સામેવાળી સ્ત્રીને તેનો પુરો પગાર આપી દઈ મોટા ભાગે પોતાના ઘરે પણ આવતો ન હતો. જેમાં તેના મોબાઈલ ફોનમાં પીડિત મહીલાનાં સાસુ-સાસરાએ જે સ્ત્રી જોડે પોતાના દીકરાનો ફોટો, પ્રેમ સંબંધ છે. તેના મેસેજ તથા વીડિયો કોલિંગ દેખ્યા હતા. તેમજ ગૂગલ પે માંથી પૈસા પણ આપેલ હોવાની જાણ થયેલ. પીડિતા એ સામેવાળી સ્ત્રીને ફોન કરતા સામેવાળી સ્ત્રીએ અપશબ્દો બોલ્યા હતા અને કહ્યું હતુ કે, તે મારો પતિ છે, તારાથી જે થાય એ કરી લે, હું તેને છોડવાની નથી, અને મારા 3 છોકરાઓ લઈને રહીશ તેવી ધમકી આપતી હોય તે વાતની જાણ પીડિતાએ તેમના પતિને કરતા તેમણે પોતાની પત્ની જોડે મારપીટ કરી અપશબ્દો બોલી ઘરમાંથી નીકળી જવાનું કહેતા પર સ્ત્રીના મોહપાશમાં જકડાયેલા પતિના ત્રાસથી ત્રસ્ત થયેલ પીડિત પરણિતાએ 181 અભયમ ટીમને ફોન કરી મદદ માગી હતી અને કહ્યું હતું કે મારા પતિને સમજાવવાનો પ્રયત્ન કરો, કે મને ઘણા સમય બાદ દીકરો થયો છે. દીકરો જન્મ્યો જેના હજી બે માસ થયેલા છે. સમાજમાં મારા પરિવારના સભ્યો સાથે વાતચીત કરૂ છું તેઓ બધા માણસો એ સમજાવે છે કે જે પત્નિને દીકરો થયો હોવા છતાં 3 જવાન છોકરા ઓની માતાને ઘરમાં ન લાવવી જોઈયે.! પરંતું સમજતા નથી. જેમાં સમગ્ર હકીકત જાણ્યા બાદ 181 ની ટીમનાં કાઉન્સેલર પીડિત મહિલાના પતિનું કાઉન્સિલિંગ કરી તેમને સમજાવી જીવનનો સાચો રસ્તો અને સંબંધોનો સાચો મતલબ સમજાવી. એક પુત્રના પિતા થયા ત્યારબાદ તથા પત્ની ખુબ જ પ્રેમકરવા છતાંય આ બધું શોભે નહી તેમજ પર સ્ત્રી જોડે પ્રેમ સંબંધ રાખતા 3 બાળકો લઈને આવશે, તો પત્ની તથા સમાજ નહિ સ્વીકારશે અને તેઓ કાયદાકીય કાર્યવાહી કરશે સહિતની તમામ સાચી હકીકતો અને જીવનભરના નફા નુકસાન સહિતની તમામ વાતોનો સચોટ રીતે માર્ગદર્શન આપી સત્યતાનો અરીસો બતાવી હકીકત સમજાવતા 181 અભય મહિલા ટીમની શ્રેષ્ઠ કાઉન્સિલિંગથી પીડિત મહિલાના પતિને પોતાની ભૂલ સમજાઈ હતી.જેમાં પોતાની ભૂલ સમજાતા મહિલાના પતિએ પોતાની પત્ની તેમજ પુત્રની માફી માંગી હવેથી આવા સંબંધો નહીં રાખવાની તેમજ પર-સ્ત્રીને તેઓ હવેથી પૈસા આપે કે સમય આપે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની છૂટ આપી હતી.જેમાં 181 અભયમની ટીમે શ્રેષ્ઠ કાઉન્સિલિંગ કરી એક તૂટતા પરિવારને બચાવ્યો હતો અને પોતાની આવડત અને સૂઝબુઝ વડે એક પર-સ્ત્રીના પ્રેમમાં અંધ બનેલા વ્યક્તિની આંખો ખોલી હકીકતનો અરીસો બતાવી પોતાની પત્ની અને પુત્ર તરફ પાછા વાળી સુધરી જવાનો રસ્તો બતાવતા પીડિત મહિલા તથા તેના પરિવારના સભ્યોએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી.