
રૂપીયા ૧૦ હજારની લાંચ લેવાના પ્રકરણમાં હાલોલ એસ .ટી.ડેપોના મેનેજરની ગોધરા એ.સી.બી.એ ધરપકડ કરી હતી. જેમાં પોલીસે આરોપીને હાલોલ કોર્ટમાં આજરોજ શુક્રવારે રિમાન્ડ માટે રજૂ કરતા હાલોલ કોર્ટ દ્વારા આગામી ૨૭/૯/૨૦૨૧ સુધીના એટલે કે કુલ ત્રણ દિવસના આરોપીના રિમાન્ડ મંજૂર કરાયા છે.
ગોધરા એ .સી.બી.એ હાલોલ એસ.ટી.ડેપોના મેનેજર હેમંતકુમાર જગદીશચંદ્ર પટેલની ( હાલ રહે.એસ.ટી.વર્કશોપ કમ્પાઉન્ડ,હાલોલ મૂળ રહે.અમૃતનગર સોસાયટી ડીસા,જિલ્લો બનાસકાંઠાનાઓની ) રૂ. ૧૦ હજારની લાંચ લેવાના પ્રકરણમાં તા.૨૩/૦૯/૨૦૨૧ના રોજ ધરપકડ કરી હતી. જે અંતર્ગત પંચમહાલ એ.સી.બી પોલીસે આરોપીને આજરોજ શુક્રવારે હાલોલ સેશન્સ કોર્ટ ખાતે રજૂ કર્યો હતો.