હાલોલ,
હાલોલ તાલુકાના દડીયાપુર ગામે રોડ ઉપર બે બાઈકો વચ્ચે થયેલ અકસ્માતની ધટનામાં એક વ્યકિતનું ગંભીર ઈજાઓ થતાં મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના દડીયાપુર ગામે રોડ ઉ5ર થી પસાર થતી બાઈકને જીજે.17.બીએ.1456ના ચાલકે પોતાની બાઈક પુરઝડપે હંકારી લાવી કિશન ખુમાનસિંહ સોલંકી (રહે. રામેશ્ર્વર નગર, ગોધરા)ની બાઈક નં.જીજે.06.કે.એમ.7240ને અકસ્માત કરી પોતાને તેમજ બાઈક પાછળ બેઠેલ વ્યકિતને ઈજાઓ પહોંચાડી હતી. જેમાં કિશન સોલંકી ઉ.વ.20ને ગંભીર ઈજાઓ થતાં મોત નિપજાવા પામ્યું. આ બાબતે હાલોલ રૂલર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.