હાલોલ કોર્ટમાં નારકોટીસ ગુનામાં રજુ કરી મધ્યપ્રદેશ પોલીસ આરોપીને મન્સોર લઈ જતી વખતે આરોપી સાથે પાવાગઢ દર્શન માટે જતાં આરોપી ચકમો આપી નાશી છુટીયો

પંચમહાલ રાજગઢ પોલીસ મથકના 2022ના નારકોટીસ ગુનામાં આરોપી વોન્ટેડ હતો. આરોપી મન્સોર (એમ.પી.)માં હત્યાના ગુનામાં ધરપકડ કરાઈ હતી. તે આરોપીને ટ્રાન્સફર વોરંટથી હાલોલ કોર્ટમાં રજુ કરવા માટે લાવવામાં અખાવ્યો હતો. કોર્ટમાં રજુ કરી આરોપીને લઈ એમ.પી. પોલીસ પરત ફરતી વખતે રોપ-વેમાં બેસવા જતાં પોલીસને ચકમો આપી આરોપી દર્શનાર્થીઓની ભીડમાં નાશી છુટીયો હતો. એમ.પી. પોલીસની બેદરકારીમાં આવી જાપ્તા માંથી નાશી છુટતાં પંચમહાલ પોલીસ જાણ કરાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલના રાજગઢ પોલીસ મથક નારકોટીસના 2022ના ગુનાના આરોપી દશરથ ઓમપ્રકાશ જાટ વોન્ટેડ આરોપી હતો. મધ્યપ્રદેશના મન્સોર પોલીસ હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ હોય જેને રાજગઢ પોલીસે ટ્રાન્સફર વોરંટથી બે મહિના પહેલા લાવીને કોર્ટમાં રજુ કર્યો હતો. આ કેશ હાલોલ કોર્ટમાં ચાલી જતાં એમ.પી.ના મન્સોર જેલ માંથી ચાર પોલીસ કર્મચારીઓ સુશીલ રાધાકિશન યાદવ, નરેન્દ્ર છોટેલાલ પવાર, મધુસુદન રામપ્રસાદજી ચૌહાણ, શિવ નારાયણ પ્રભુલાલ માલી આરોપીને મધ્યપ્રદેશ લઈ જતા હતા. પોલીસ કર્મીને પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનની ઈચ્છા થતાં આરોપીને મધ્યપ્રદેશ લઈ જવાના સ્થાને પાવાગઢ ડુંગર ઉપર દર્શન માટે પહોંચ્યા હતા. બપોરના સમયે માતાજીના દર્શન કરી નીચે ઉતરવા માટે રોપ વેમાં બેસવા માટે જતા હતા. ત્યારે એમ.પી.પોલીસના ચાર પોલીસ કર્મીઓના જાપ્તા માંથી આરોપી દશરથ જાટ દર્શનાર્થીઓની ભીડનો લાભ લઈને પોલીસને ચકમો આપી નાશી છુટતાં આ બાબતે એમ.પી.પોલીસ દ્વારા પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી.