હાલોલના છતરડીવાવ ગામે 43 વર્ષિય મહિલા કુવામાં પડી જતાં મોત

હાલોલ તાલુકાના છતરડીવાવ ગામે રહેતી 43 વર્ષિય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર કુવામાં પડી ડુબી જતાં મોત નીપજતાં આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના છતરડીવાવ ગામે રહેતી સુમીત્રાબેન અશ્ર્વિનભાઈ રાઠવા(ઉ.વ.43)કોઈ અગમ્ય કારણોસર કુવામાં પડી જતાં ડુબી જતાં મોત નીપજયું હતુ. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ફરિયાદ નોંધાવવા પામી છે.

Don`t copy text!