હાલોલ,હાલોલ તાલુકાના છાજ દિવાળી ગામે નવા બનતા નાળા પાસે રોડ ઉપર ફોર વ્હિલ ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી રોડ સાઈડે ચાલતા રાહદારીને ટકકર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના છાજ દિવાળી ગામે નવા બનતા નાળા પાસે રોડ ઉપરથી પસાર થતી ફોર વ્હિલ નં.જીજે-17-સીઈ-0227ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને રોડ સાઈડમાં ચાલતા જતા રાહદારી ઈશ્ર્વરભાઈ છકતભાઈ કોલયા(ઉ.વ.46, રહે.બગલીયા, તા.કવાંટ, છોટાઉદેપુર)ને ટકકર મારી છાતીના ભાગે તેમજ પેટના ભાગે અને બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડતા ધટના સ્થળે રાહદારીનુ મોત નીપજાવી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.