હાલોલ ચંદ્રાપુરા ચોકડી પાસે એલસીબી પોલીસને નાકાબંધી કરી 1.23 લાખના ઈંગ્લીશ દારૂ સાથે બે ઈસમોને ઝડપ્યા

હાલોલના ચંંદ્રાપુરા ચોકડી થઈને સ્વીફટ કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને સાવલી તરફ જવાનો હોય તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે નાકાબંંધી કરી હતી અને બાતમીવાળી કાર સાથે બે ઈસમોને ઝડપી પાડી કાર માંથી ઈંગ્લીશ દારૂ અને બીયર ટીન મળી 1,23,240/-રૂપીયાનો દારૂ ઝડપ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ પંંચમહાલ ગોધરા એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, સ્વીફટ કાર નં.આરજે.27.સીએન.1949માં કાલોલ તરફથી ઈંંગ્લીશ દારૂનો જથ્થો ભરીને હાલોલ ચંંદ્રાપુરા ચોકડી થઇને સાવલી તરફ જવાની છે. તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે ચંદ્રાપુરા ચોકડી સાવલી જવાના રોડ ઉપર નાકાબંંધી કરી હતી અને કાર માંથી ગ્રીન લેબલ વ્હિસ્કી કવાટરીયા નંગ-576, બીયર ટીન નંગ-456, કિંંમત 1,23,240/-રૂપીયા, સ્વીફટ કાર, મોબાઈલ ફોન નંગ-2 મળી કુલ 6,33,420/-રૂપીયાના મુદ્દામાલ સાથે મંજીતસિંહ ઉદેસિંહ જાટ (રહે. નીમાડ-61, ભીવાની હરિયાણા. હાલ/ ડબોક રાજસ્થાન) લોકેશસિંહ ઉર્ફે વિક્રમ અમરસિંહ દેવડા રાજપૂતને ઝડપી પાડવામાં આવ્યા. આ બાબતે હાલોલ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.