હાલોલ,
હાલોલ બાયપાસ ઉપર આવેલા સ્પીડ બ્રેકર્સ વધુ એક વખત અકસ્માતનું કારણ બન્યા છે. હાલોલથી કંજરી ગામ જવા માટે અંડર પાસ બનાવવામાં આવ્યો છે. ઓવરબ્રિજ ઉપરથી વાહનો પસાર થતા વારંવાર અકસ્માતો સર્જાય છે. હાઇવે ઉપર ચારરસ્તાની બંને તરફ સ્પીડ બ્રેકર્સ લગાવવામાં આવ્યા છે. જેના કારણે નાના વાહનોના અકસ્માતો અટકી ગયા છે. પરંતુ હાઇવે ઉપર સ્પીડ બ્રેકર્સ આવી જતા કતાર બંધ જતા મોટા વાહનો વચ્ચે વારંવાર અકસ્માતો સર્જાય છે.
ચાલકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ થોડા જ સમય પહેલા આ સ્થળે સ્પીડ બ્રેકર્સને કારણે ક્ધટેઇનરની પાછળ સુરતથી પાવાગઢ દર્શને આવેલા ભક્તોની લક્ઝરી બસ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જ્યાં અકસ્માત સર્જાયો છે. તે જ સ્થળેથી દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પધારવાના છે. આ જ સ્થળેથી હાલોલમાં તેઓનો રોડ શો યોજવાનો હોય મોટી માત્રામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્ર થયા છે. ત્યારે આ સ્થળ ઉપર અકસ્માત સર્જાતા ભારે ભીડ એકત્ર થઈ છે. જેને કારણે પોલીસે ટ્રાફિક હટાવવા માટે પણ ભારે રહેમત ઉઠાવવી પડી રહી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ક્ધટેઇનરના ચાલકને ક્રેન, કટર જેવા સાધનોની મદદ લઇ બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.