હાલોલ, હાલોલ બાયપાસ રોડ ઉપર ગોપીપુરા ચોકડી પાસે દુકાનના વેપારી પાસે 50 હજારની ખંડણી માંગવામાં આવી હતી. વેપારી દ્વારા ખંડણીની રકમ નહિ આપતાં બાસ્કાના માથાભારે ઈસમો દ્વારા વેપારી ઢોર મારમારી જીવલેણ હુમલો કરતાં હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે મારામારીની ધટનાના સીસી ટીવી ફુટેજ મેળવીને ચાર ઈસમો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ બાયપાસ રોડ ઉપર ગોપીપુરા ચોકડી પાસે એકતા ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા વેપારી ઈમરાન ઈસ્માનભાઇ વ્હોરા પાસેથી બાસ્કા ગામના માથાભારે ઈસમ તોહિર ઈમ્તીયાઝ અલી મકરાણીએ આ રોડ ઉપર ધંધો કરવો હોય તો 50 હજાર રૂપીયા આપવા પડશે. રૂપીયા નહિ આપે તો ધંધો નહિ કરવા દઉં. તેમ કહીને ખંડણીની માંગણ કરી હતી. માથાભારે ઈસમે ધમકી આપ્યા બાદ વેપારી દ્વારા પ્રતિ્રિકયા નહિ આપતાં બાસ્કાના માથાભારે તોહિદ મકરાણી અને તેના સાગરીતો મોઈનઅલી ઉર્ફે મનહર ઈલમુદ્દીન મકરાણી, હમીદ ઉર્ફે ઈલુ સમદર મકરાણી અને અન્ય એક વ્યકિત વેપારીની દુકાન ઉ5ર પહોંચી 50 હજાર કેમ આપ્યા નથી. તેમ કહી વેપારી ઉપર તોહિદ મકરાણીએ ચપ્પા વડે હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ધાક જમાવતો પ્રયાસ કરતાં આ બાબતે વેપારી દ્વારા ચાર ઈસમો વિરૂદ્ધ હાલોલ રૂરલ પોલીસ મથે ફરિયાદ નોંધાવતા પોલીસે માથાભારે ઈસમો દ્વારા કરવામાં આવેલ મારામારીના ફુટેજ મેળવીને ચાર ઈસમો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.