- પુરવઠા વિભાગે 4.70 લાખનું ડીઝલ આઉટલેટ સીઝ કર્યું.
ગોધરા,પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી હાલોલ મામલતદાર સહિતની ટીમ સાથે હાલોલ બાયપાસ ઉપર હાઈવે પેટ્રોલ પંપ ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમ્યાન દાવડા રોડ સામે ઈન્ડીયન ઓઈલના મીરા પેટ્રોલીયમ નામના પંપ ઉપર એકસ્ટ્રા ગ્રીન ડીઝલના વેચાણમાં કટ મારીને ગ્રાહકને ડીઝલ આપતા હોવાનું ઝડપાઈ જતાં ડીઝલના બે આઉટલેટ ટાંકી સહિત 4.70 લાખના ગ્રીન ડીઝલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો.
પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા ટીમ સાથે હાલોલ બાયપાસ હાઈવે રોડ ઉપરના પેટ્રોલ પંપ ઉપર હાલોલ મામલતદાર સાથે રાખીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલોલ દાવડા રોડ સામે આવેલ ઈન્ડીયન ઓઈલના મીરા પેટ્રોલીય જે રોનક જસવંતભાઇ પટેલના પેટ્રોલ ઉપર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન પેટ્રોલ પંપના સંચાલક દ્વારા એકસ્ટ્રા પ્રિમીયમ ગ્રીન ડીઝલના બે આઉટલેટ ઉપર કટ મારીને ગ્રાહકોને ઓછું ડીઝલ આપતા હોવાનું તપાસમાં ઝડપાઈ જવા પામ્યું હતું. જીલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા આઉટલેટ યુનિટ માંથી 5 લીટર ડીઝલ લઇ સરકારી માપીયા દ્વારા માપતા 275 મી.લી. ડીઝલ ઓછું આપતાં આઉટલેટના રીડીંગ અને ડીઝલના જથ્થા વચ્ચે વિસંગતતા સામે આવતાં પેટ્રોલ પં5ના સંચાલક ગ્રાહકોને ડીઝલના જથ્થામાં કટ મારીને ગ્રાહકોને ઓછું ડીઝલનો જથ્થો આપતો હોવાનું જણાઈ આવતાં ડીઝલના બે આઉટલેટ ટાંકી સહિત 4.70 લાખનો ગ્રીન ડીઝલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો.
આ સિવાય પેટ્રોલ પંપમાં સાદા પેટ્રોલના સ્ટોક રજીસ્ટરમાં તથા ટાંકીમાં ડીપ દ્વારા માપણી કરતાં પેટ્રોલમાં 4707 લીટરની ધટની ગંભીર ગેરરીતિ ઝડપાઈ જવા પામી. જીલ્લા પુરવઠા અધિકારીએ હાઈવે ઉપર પેટ્રોલ ડીઝલ કટ મારી ગ્રાહકોજે છેતરતા સંચાલકને ઝડપી પાડતાં અન્ય પેટ્રોલ પંપ માલિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.