હાલોલ, હાલોલ બસ સ્ટેન્ડ પ્લાઝામાંં આવેલ મોબાઈલ દુકાન ધરાવતા ફરિયાદી દુકાનદાર પાસ 18 ડિસેમ્બરના રોજ આરોપી ઈસમે આવી દવાખાનામાં રૂપીયાની જરૂર છે. એટીએમ માંથી પૈસા નિકળતા નથી. હું મારા ખાતા માંથી તમને ટ્રાન્સફર કરી આપું અને મને રોકડા આપો તેમ કહી વેપારીને વિશ્વાસમાં લઈ આરોપીએ દુકાનદારના બારકોડ સ્કેન કરી રૂપીયા ટ્રાન્સફર નહિ કરી 22,440/-રૂપીયા રોકડ તેમજ અન્ય ઈસમ પાસેથી 10,000/-રૂપીયા મળી 32,440/-રૂપીયા પડાવી લઈ ઠગાઈ વિશ્વાસધાત કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ બસ સ્ટેન્ડ પ્લાઝામાં આવેલ મોબાઈલની દુકાન ધરાવતા સફવાન અબ્દુલભાઇ કાલોલીયાની દુકાન ઉપર 18 ડિસેમ્બરના રોજ આરોપી બોબી પ્રદિપભાઇ પાસવાન (હાલ. રહે. જયશ્રી કોલોની, સાથરોટા, મૂળ. ધમની ગાવ, નવાદા, બિહાર) આવ્યો હતો અને મારે દવાખાનામાં રૂપીયાની જરૂર છે. એટીએમ માંથી રૂપીયા નિકળતા નથી. દુકાનદારને હું તમને ખાતામાં ટ્રાન્સફર કરી આપું મને રોકડા રૂપીયા આપો તેમ કહીને વિશ્વાસમાં લીધા હતા અને આરોપી બોબી પાસવાને દુકાનમાં ગ્રાહકો માટે રાખેલ બારકોડ પોતાના મોબાઈલમાં સ્કેન કરી 22,440/-રૂપીયા ટ્રાન્સફર નહિ કરી ફરિયાદી પાસેથી રોકડા 22,440/-રૂપીયા તેમજ હિમાંશુભાઇ કનુભાઇ શાહ પાસેથી 10,000/-રૂપીયા રોકડા મળી કુલ 32,440/-રૂપીયા મેળવી લઈ વિશ્વાસ ધાત ઠગાઈ કરતાં આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.