હાલોલ,હાલોલ બસ સ્ટેશન નજીક જી.આઈ.ડી.સી. સાાથરોટા રોડ ઉપર રહેતા ઈસમ મોબાઈલ ફોનમાં ગુગલ કોમ બ્રાઉઝરમાં આઈ.ડી. દ્વારા ક્રિકેટ સટ્ટો રમાડતા હોય તેવી બાતમીના આધારે પોલીસે આરોપીને મોબાઈલ ફોન અને રોકડા સહિત 22,200/-રૂપીયાના મુદ્દામાલ સાથે એલ.સી.બી.પોલીસે ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ જી.આઈ.ડી.સી. સાથરોટા રોડ ઉપર રહેતા સરવણ મંંગુરામ ચૌધરી જે હાલોલ બસ સ્ટેશન પાસે હાલ ચાલતી આઈપીએલ ક્રિકેટ મેચનો મોબાઈલ ફોનમાં ગુગલ ક્રોમ બ્રાઈઝરમાં આઈડી દ્વારા ક્રિકેટ સટ્ટાના હારજીતનો જુગાર રમી રમાડતો હોય તેવી બાતમીના આધારે હાલોલ પોલીસે આરોપીને ઝડપી પાડવામાંં આવ્યો. આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.