હાલોલ બસ સ્ટેશન બહાર નાસ્તાની દુકાનવાળા અને અન્ય ઈસમ સાથે જુની અદાવતમાં ઝધડો થતાં એકબીજા ઉપર ચપ્પુ અને ઝાટાથી હુમલો કર્યો

હાલોલ એસ.ટી.બસ સ્ટેશન બહાર નાસ્તા અને પાન-પડીકીની દુકાન ઉપર એક ઈસમે જુના ઝધડાની અદાવતે દુકાન ઉપર ઝધડો કરતો હોય તેમાં બંનેએ એકબીજા ઉપર ચપ્પુ અને ઝાટો વડે હુમલો કરી દેતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ એસ.ટી.બસ સ્ટેશન બહાર નાસ્તા અને પાન-પડીકીની દુકાન ચલાવતા સતીષ પરમાર દુકાન ખોલીને બેઠા હતા ત્યારે પ્રવિણ માછી સાથે કોઈ જુના ઝધડો હોય તેની અદાવતે દુકાન ઉપર આવીને ઝધડો કરતો હોય ઝધડો ઉગ્ર બન્યો હતો. તેમાં સતીષ અને પ્રવિણ માછીએ ચપ્પુ અને ઝાટો લઈ એકબીજા ઉપર હુમલો કરી દેતા બંને ઈસમોને ઈજાઓ પહોંચતા સારવાર માટે રેફરલમાં ખસેડવામાં આવ્યા હતા.