હાલોલ બસ સ્ટેન્ડમાં બસની રાહ જોતી મહિલાને કુટુંબી જેઠાણીએ આવીને ગાળો આપી એસીડની બોટલ ગળા અને છાતીના ભાગે છાંટી ગુનો કર્યાની ફરિયાદ

હાલોલ, હાલોલ બસ સ્ટેન્ડમાં ફરિયાદી બસની રાહ જોઈને બેઢેલ હતા ત્યાર તેના કુટુંબી જેઠાણી હાથમાં લાકડાનો ડંડો અને એસીડની બોટલ લઈ આવી હતી અને હોસ્પિટલના વોચમેન સાથે પ્રેમ સંબંધ રાખે છે તેમ કહી ગાળો બોલી એસીડની બોટલ ગળા અને છાતીના ભાગે છાંટી તેમજ લાકડાથી માર મારી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ બસ સ્ટેન્ડમાં ફરિયાદી જવાબેન પ્રવિણભાઈ લક્ષ્મણભાઈ હરીજન બસની રાહ જોઈ બેઠેલ હતા ત્યારે કુટુંબી જેઠાણી સુશીલાબેન લખાભાઈ હરીજન હાથમાં ડંડો અને એસીડની બોટલ લઈ આવી હતી અને તુ અંકુર હોસ્પિટલમાં વોચમેન હિરાભાઈ સાથે પ્રેમ સંબંધ રાખે છે તેમ કહીને ગાળો આપી હતી. અને હાથમાં રાખેલ એસીડની બોટલ ગળા અને છાતીના ભાગે છાંટી દંડા વડે માર મારવામાં આવતા આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.