હાલોલ ભીમનાથ મહાદેવ મંદિર પાસે આખલા બાટકતા ચાર બાળકોને ઈજાઓ

હાલોલ,હાલોલમાં રખડતા ઢોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. જેમાં અવાર નવાર રખડતા ઢોરોને લઈને નગરજનો આવા ઢોરોની અડફેટે આવી ઈજાગ્રસ્ત થયા હોવાના બનાવ બની રહ્યા છે.

હાલોલ નગરના વડોદરા રોડ પર આવેલ ભીમનાથ મહાદેવ મંદિર પાસે બનાવ બનવા પામ્યો હતો જેમાં ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આરતી થયા બાદ પ્રસાદ લેવા માટે મંદિરના ગેટ પાસે મંદિરની આસપાસ રહેતા કેટલાક બાળકો ઉભા હતા તે દરમિયાન મંદિર નજીક રધવાયેલા થયેલા બે મહાકાય આખલાઓ વચ્ચે ભયંકર દ્વંદ્વ યુદ્ધ જામ્યુ હતુ. જેમાં આખલાઓ લડતા લડતા મંદિરની બહાર પ્રસાદ લેવા ઉભા રહેલા બાળકો સાથે અથડાયા હતા. જેમાં આખલાની અડફેટે બાળકો આવી જતા આખલાઓની ભેટિેયે ચડેલ છ થી સાત જેટલા બાળકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેમાં બે બાળકો કુંજ વિજયભાઈ પાટણવાડીયા(ઉ.વ.5)અને અવિનાશ હિતેશભાઈ સોલંકી(ઉ.વ.9)લોહીલુહાણ થતાં બંને ઈજાગ્રસ્તોને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. જયાં વધુ સારવાર માટે ખાનગી દવાખાનામાં બંને બાળકોને ખસેડવામાં આવ્યા હતા. જેથી આ બનાવો બનતા રખડતા ઢોરોને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.