હાલોલ બાસ્કાના સર્વે નં.349વાળી જમીન પેટે ગોધરાના મેંદા પ્લોટમાં રહેતા ફરિયાદી ઉસ્માનગની અબ્દુલગની બેલી પાસેથી મિતુલ રાજેશકુમાર શાહ અને શાહનવાઝ અનવર જમાલ એ 30 લાખ રૂપીયા લીધા હતા. બાદમાં આ જમીન વડોદરાના વ્યકિતના પરિવારને વેચાણ કરી આપી. ફરિયાદી સાથે છેતરપિંડી વિશ્ર્વાસધાત કરતાં આ બન્ને ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા માટે હાલોલ રૂરલ પોલીસ મથકના આંટાફેરા કરતા હોય તેમ છતાં હાલોલ રૂરલ પોલીસ રાજકીય વગ અને રૂપીયાના વજનથી દબાઈને ફરિયાદીની ફરિયાદ ન નોંધતા હોય તેમ લાગી રહ્યું છે.
- શું મિતુલ શાહ અને શાહનવાઝ જમાલની રાજકીય વગ કે પોલીસની સાંઠગાંઠ…?
- આ ગઠીયાઓ સામે પોલીસ ફરિયાદ ન નોંધતા પોલીસ સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
- પોલીસ ખાતામાં મિતુલ શાહ અને શાહનવાઝ જમાલના રૂપીયાના પાવરથી ફરિયાદ નોંંધાતી નથી…?
ગોધરા ખાતે રહેતા મિતુલ રાજેશકુમાર શાહ અને શાહનવાઝ અનવર જમાલએ હાલોલ બાસ્કાના સર્વે નં.349વાળી જમીનના માલિક પાસેથી જમીન મેળવી 1.80 કરોડ નહિ ચુકવતા આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ત્રણ વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદની જાણ ગોધરાના મેંદા પ્લોટમાં રહેતા ઉસ્માનગની અબ્દુલગની બેલી થતા બાસ્કા સર્વે નં.349 વાળી જમીન પેટે મિતુલ રાજેશકુમાર શાહ, શાહનવાઝ અનવર જમાલ 30 લાખ રૂપીયા લીધેલ હતા. જેથી બાસ્કાવાળી જમીનમાં ફરિયાદ નોંધાતા ઉસ્માનગની અબ્દુલગની બેલી મિતુલ રાજેશકુમાર શાહને મળ્યા હતા. ત્યારે ચિંતા કરશેા નહિ ખોટી ફરિયાદ છે, કેસ પત્યા પછી આ જમીનનો કબ્જો તમને સોંપી દઈશુંં, તેવી ખાત્રી આપી હતી.
ત્યારબાદ મિતુલ રાજેશકુમાર શાહ અને શાહનવાઝ અનવર જમાલ ભેગા મળીને બાસ્કાના સર્વે નં.349 વાળી જમીનનો દસ્તાવેજ તા.27/02/2024ના રોજ વડોદરાના ફરીદભાઇ અહેમદભાઇ મકરાણી તથા પરિવારને વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતો અને બાસ્કાવાળી સર્વે નં.349 વાળી જમીન પેટે ઉસ્માનગની અબ્દુલગની બેલી પાસેથી 30 લાખ રૂપીયા લઈ જમીન નહિ આપી 30 લાખ રૂપીયા પડાવી લઈ છેતરપિંડી વિશ્ર્વાસધાત કરનાર મિતુલ રાજેશકુમાર શાહ અને શાહનવાઝ અનવર જમાલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા માટે ફરિયાદી ઉસ્માનગની અબ્દુલગની બેલી હાલોલ રૂરલ પોલીસ મથકમાં અવારનવાર મળવા છતાંં મિતુલ શાહ અને શાહનવાઝ અનવર જમાલ વિરૂદ્ધ રૂપીયા મળવાથી તેમજ મિતુલ શાહની રાજકીય વગના દબાણને વશ થઈને હાલોલ રૂરલ પોલીસે ફરિયાદ નહિ નોંધાતા ફરિયાદીએ 30 લાખની છેતરપિંડીના ગુનામાં ફરિયાદ નોંધાવા પોલીસ મથકમાં લેખિતમાં રજુઆત કરવા મજબુર થયા છે. ત્યારે રાજકીય વગ અને રૂપીયાના જોરે લોકો સામેથી રૂપીયા પડાવીને છેતરપિંડી કરતા શખ્સો વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંંધી કાર્યવાહી કરે તે જરૂરી છે.