હાલોલ બાસ્કાની યુ.પી.એસ કંપની પાસેથી પગમાં ચીપ લગાવેલ કબુતર મળી આવ્યું હતું. પગમાં ચીત લગાવેલ કબુતર મળતાં પોલીસ એકશનમાંં આવી હતી. પ્રાથમિક તપાસમાં કબુતરને ફરીફાઈ માટે ચીપ લગાડી હોય તેવું અનુમાન કરવામાં આવ્યું. ચીપ કાઢીને તપાસ કરવામાં આવશે.
હાલોલ તાલુકાના બાસ્કા ખાતે આવેલ યુ.પી.એલ. કં૫ની પાસે ધાયલ અવસ્થામાં ચીપ લગાવેલ કબુતર મળી આવ્યું હતું. ચીપ લગાવેલ કબુતર અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ એકશનમાં આવી હતી અને કબુતરને પકડીને ઈજાગ્રસ્ત હોવાથી સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે, ચીપ ભારતીય બજારમાં મળતી ચીપ છે અને કોઈ ટ્રેકરો દ્વારા કબુતરની હરીફાઈ માટે ચીપ લગાડી હોવાનું અનુમાન છે. કબુતર ઈજાગ્રસ્ત છે. સારવાર બાદ ચીપ કાઢીને તપાસ કરવામાં આવશે.