હાલોલ,હાલોલ નગરના ગામ બગીચા ખાતે ધણા સમય પહેલા દાતા દ્વારા બનાવેલી પાણીની પરબ બિસ્માર હાલતમાં હોઈ પાલિકા દ્વારા ફરીથી કાર્યરત કરવા લોકમાંગ ઉઠવા પામી છે.
હાલોલના વડોદરા રોડ ઉપર આવેલ ગામ બગીચાના કોર્નર ઉપર હાલોલના દાતા દ્વારા પરબ બનાવવામાં આવી હતી. બગીચામાં આવેલ લોકોને પણ પીવાનુ પાણી મળે રોડ ઉપરથી અવાર જવર કરતા રાહદારીઓને તેમજ સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે આવતા લોકોને પણ આ પરબનો લાભ મળે. પરંતુ નગરના દાતાએ પોતાના ખર્ચે બગીચાની જગ્યામાં પાકુ બાંધકામ કરી તેમાં વોટર કુલર મુકી પાલિકાને સોંપવામાં આવી હતી. પ્રાથમિક સમયે તેના લોકોએ ધણો લાભ લીધો હતો. પરંતુ સમય જતા તેની દેખભાળ બરાબર ન થતાં અને બગીચાની બહાર લારીવાળાએ તેનો દુરૂપયોગ કરતા આજે આ પરબ બિસ્માર હાલતમાં થઈ ગઈ છે. અને તે હાલમાં પેશાબ ધર બની ગયુ છે. આમ પણ વર્ષે દહાડે પાલિકા દ્વારા બગીચાના નિભાવ માટે લાખોનો ખર્ચ કરે છે. તો આ કામ વહેલી તકે કરવામાં આવે તો તેનો લાભ નગરજનોને મળે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.