હાલોલના બિલિયાપુરાની પરણિતાએ પંખે લટકી આપધાત કર્યા પિયરપક્ષે હત્યાનો આક્ષેપ કરતાં મૃતદેહને પેનલ પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યો

  • મૃતકના પતિની અટકાયત કરી પુછપરછ હાથ ધરતી પોલીસ.

હાલોલ, હાલોલ તાલુકાના બિલીયાપુરા ગામે પરણિતાએ કોઇ અગમ્યકારણોસર પોતાના ધરમાં પંખા ઉપર લટકીને આપધાત કરી જીવન ટુંકાવી નાખ્યું. પરણિતા પિયર પક્ષ દ્વારા હત્યા કરાઈ હોવાના આક્ષેપ કરતાં પોલીસ દ્વારા મૃતદેહને પેનલ પી.એમ. અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના જીતપુરા ગામની લક્ષ્મીબેન પરમારના 8 મહિના પહેલા લગ્ન હાલોલના બિલીયાપુર ગામે રહેતા મિતુલ સાથે થયા હતા. મિતુલ તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન હોય જેથી માતા-પિતા સાથે રહેતા હતા. પતિ-પત્ની મિતુલ અને લક્ષ્મી વચ્ચે કોઈપણ બનાવ થતાં લક્ષ્મી તેના પિયર જીતપુરા રહેતી અને ત્યાંથી હાલોલ જીઆઈડીસીમાં રહેતી તેની મોટી બહેનના રહેતી હતી. ઉત્તરાયણના તહેવારમાંં રીસાયેલ પત્ની લક્ષ્મીને લેવા ગયા હતો અને બન્નેએ હાલોલમાં ઉત્તરાયણ કરી હતી અને લક્ષ્મીબેનની કંપનીમાં નોકરી શરૂ કરવાની હોવાથી હાલોલ રોકાઈ ગઈ હતી. ઉત્તરાયણના બીજા દિવસે લક્ષ્મી કં5ની માંથી છુટતા તેના પતિ મિતુલ તેને પોતાની સાથે ધરેલ ધરે લઈ ગયો હતો અને લક્ષ્મીની મોટી બહેનને જાણ કરીને સાસરીમાં ગઈ હતી અને બીજા દિવસે મિતુલે તેની બહેને ફોન કરી લક્ષ્મીએ પંખે લટકીને આપધાત કર્યો હોવાની જાણ કરી હતી. જાણ થતાં તેની બહેન અને પિતા બિલીયાપુરા પહોંચ્યા હતા. ત્યારે લક્ષ્મીનો મૃતદેહ પલંગમાં પડેલ હતો. ત્યારે મિતુલે લક્ષ્મી જીવિત હોય તો બચાવી લેવા માટે મૃતદેહ નીચે ઉતાર્યો હોવાનું કહેતા પિયર પક્ષે હાલોલ રૂરલ પોલીસને હત્યાના આક્ષેપ સાથે ફરિયાદ કરતાં પોલીસ ધટના સ્થળે પહોંચીને મૃતદેહને પેનલ પી.એમ.અર્થે સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યો. જ્યારે પતિ મિતુલની અટકાયત કરી પુછપરછની તજવીજ હાથ ધરી છે.