હાલોલ, હાલોલના અરાડ રોડ ઉપર 22 વર્ષિય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ધરમાં પંખા ઉપર સાડીનો ગાળિયો કરી ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો છે.
વિસ્તૃત વિગતો મુજબ હાલોલના અરાડ રોડ ઉપર આવેલ શિવસાગર સોસાયટીમાં રહેતા અરૂણ સોલંકી(ઉ.વ.22)એ સ્વ.નિવૃત્ત પીએસઆઈના 6 દિકરી પછીનો પુત્ર હતો. પિતાના મૃત્યુ બાદ પરિવારની જવાબદારી અરૂણ સોલંકી ઉપર હતી. છેલ્લા ત્રણ વર્ષથી લાઈફ કેર હોસ્પિટલમાં આઈસીયુમાં ફરજ બજાવતો હતો. મંગળવારના રોજ મૃતક અરૂણનો વાધોડિયાના મિત્ર સાથે ધરે હતો ત્યારે કોઈ કામ અર્થે પોતાના રૂમમાં ગયો હતો. અને મોટી બહેન સાથે ફોન ઉપર વાત કરી હતી. બાદમાં રૂમનો દરવાજો બંધ હતો. બુમાબુમ કરતા દરવાજો નહિ ખોલતા બહેને બારીમાંથી જોતા અરૂણ ગળેફાંસો ખાધેલ હાલતમાં લટકેલો જોવા મળતા ધરમાં હાજર મિત્રએ મૃતદેહને નીચે ઉતારી સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો. છતાં અરૂણનુ ગળેફાંસો ખાવાથી મોત નીપજવા પામ્યુ હતુ. 22 વર્ષિય યુવાનને મોતનુ કારણે હજુપણ અકબંધ રહેવા પામ્યુ છે.