હાલોલ આંબા તળાવ ગામથી ધરમાં રાખેલ 4,300/-રૂપીયાનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

હાલોલ, હાલોલ તાલુકાના આંંબા તળાવ ગામે રહેતા ઈસમ ધરમાં દારૂનો જથ્થો રાખી ધંધો કરતો હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી 4,300/-રૂપીયાનો દારૂનો જથ્થો ઝડપ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના આંંબા તળાવ ગામે રહેતા પ્રવિણ ઉર્ફે પટીયો ચીમનભાઈ સોલંકી પોતાના રહેણાંક ધરામં ઈંગ્લીશ દારૂનો જથ્થો વેચાણ માટે રાખેલ છે. તેવી બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસે રેઈડ કરી ધર માંથી પ્લાસ્ટીક કવાટરીયા નંંગ-43 કિંમત 4,300/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. રેઈડ દરમિયાન આરોપી મળી આવ્યો ન હતો. આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.