હાલોલમાં આદિવાસીની જમીન પરના અનઅધિકૃત દબાણોનો સફાયો કરાયો

હાલોલ પાવાગઢ રોડ પર નવી કોર્ટ સામે આવેલ આદિવાસીની નવી અને અવિભાજ્ય સરત નીજમીનપર ગેરકાયદે ભોગવટો કરી બિન ખેતીની પરવાનગી લીધા વગર ઉભા કરાયેલા અનધિકૃત બાધકામો પર નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાંધકામો દૂર કરવાની કામગીરીમાં 4 જેસીબી અને 1 હીટાચી મશીન દ્વારા 2 દિવસ દરમિયાનની કામગીરીમાં તોતિંગ કોમલેક્સ દુકાનો મકાનો કોઈ પણ અડચણ વગર જમીનદોસ્ત કરી દેવાયા છે. જમીન પર ઉભા કરાયેલ અનઅધિકૃત બાંધકામોની મજબૂતી ને દૂર કરવા જેસીબી મશીનો પાછા પડતા હિટાચી મશીન લાવવાની ફરજ પડી હતી.

બે દિવસ ચાલેલી કામગીરીના અંતે તમામ બાંધકામો ધ્વસ થયા હતા બાંધકામોમાં વપરાયેલ સ્ટીલ સળિયાનો કાટમાળ કાઢવા પાલિકા દ્વારા બે લાખમાં અમદાવાદના દેવમણિ એન્ટરપ્રાઇઝને કોટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હાલોલના બહુચર્ચિત અનઅધિકૃત બાધકામો દૂર થતાં શહેરમાં ઉભા કરાયેલ અન્ય ગેરકાયદે બાધકામકર્તામાં ફફડાટ વ્યાપી ગયો છે. નોંધનીય છે કે પાવાગઢ રોડ પર કેટલાક સર્વે નંબરો પર હજુ આવી જ આદિવાસીઓની જમીન પર અનઅધિકૃત બાધકામો દુકાનો ઘરો ઉભા કરાયા છે. જે અંગે હાલોલ પ્રાંત અને નગરપાલિકાએ જમીન શ્રીસરકાર કરવા કલેકટરને રિપોર્ટ સાથે દરખાસ્ત કરાઈ છે. જેનો નિર્ણય પણ ટુક સમયમાં આવાની શકયતાઓ જોવાઈ રહી છે. પાલિકા દ્વારા કરાયેલ અનધિકૃત બાંધકામો દૂર કરવાની કામગીરીને લઈ હાલોલના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે.