હાલોલ આદિત્ય બિરલા કંપની સામે મુસાફર ભરેલ છકડો પલ્ટી જતાં બે બાળકો અને બે મહિલાઓને ઈજાઓ

હાલોલના ગોધરા રોડ ઉપર નશા કરેલ છકડાના ચાલકે મુસાફરો ભરેલ છકડો રોડ સાઈડે પલ્ટી ખવડાવી દેતાંં છકડામાં સવાર મુસાફરો પૈકી બે મહિલા અને બે બાળકોને ઈજાઓ પહોંચી હતી. મહિલાઓને ગંભીર ઈજાઓ થતાં વડોદરા ખસેડવામાંં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ-ગોધરા રોડ ઉપર હાલોલ-કાલોલ વચ્ચે ઓવરલોડ મુસાફરો ભરીને બેફામ હંકારવા આવતા હોય છે. મુસાફરો ભરેલ આવા વાહનોના અકસ્માતની ધટનાઓ અવારનવાર સામે આવતી હોય છે પરંતુ પોલીસ દ્વારા આવા ખાનગી મુસાફરો ભરી બેફામ હંકારતા વાહનો ઉપર કાર્યવાહી કરવામં આવતી નથી. પરિણામે આવા છકડા ચાલકો બેફામ બનતા હોય છે. કાલોલ થી મધવાસ ગામનો છકડો ચાલક મુસાફરો ભરીને હાલોલ તરફ આવી રહ્યો હતો. છકડાના ચાલક નશો કરેલ હાલતમાં હોય અને છકડો ડીવાઈડર સાથે અથડાવી દેતાં છકડો પલ્ટી ખાઈ ગયો હતો. છકડો પલ્ટી જતાં છકડામાં સવાર મુસાફરો પૈકી બે બાળકો અને બે મહિલાઓને ઈજાઓ પહોંચી હતી. જેમાં શીહારખાન શાહસુલખાન પઠાણ ઉ.વ.6ને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. શનયાબાનું શાહરૂખખાન પઠાણ ઉ.વ.8ને પગના ભાગે ફેકચર થયું હતું. જ્યારે મહિલા રેવાબેન તેમજ મંગુબેન લાલભાઇ વણકરને માથાના ભાગે ઈજાઓ થતાં વડોદરા ખસેડવામાં આવ્યા.