હાલોલમાં સ્ક્રેપના ગોડાઉન નજીક 4 વર્ષ બાળકીના મૃતદેહ મળી આવતા ગ્રામજનોએ લગાવી ગોડાઉનમાં આગ

પંચમહાલ જિલ્લાના હાલોલમાં ગઈ કાલે રાતે 4 વર્ષની બાળકીનો મૃતદેહ ઝાડી ઝાંખરા માંથી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.
હાલોલ નજીક આવેલા એક સ્ક્રેપના ગોડાઉન નજીકથી ગઈ કાલે બપોરના સમય થી 4 વર્ષની બાળકી ગુમ થયા ની બૂમો ઉથી હતી ત્યારે ગઈ કાલે મોડી રાતે બાળકીનો મૃતદેહ સ્ક્રેપના ગોડાઉનમાં પાસેથી મળી આવતા ગ્રામજનો ભારે આક્રોશ માં આવે બાળકીનો મૃતદેહ મળેલ તે સ્ક્રેપના ગોડાઉનમાં આગ ચાંપી હતી.આ ગોડાઉનમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી આખે હાલોલ,અને કાલોલ ના ફાયર ફાયટરો દ્વારા આગ પર ભારે જહેમ બાદ કાબૂ મેળવ્યો હતો.બાળકી ના મૃતદેહને હાલોલ રેફરલ પરથી વડોદરા પેનલ પીએમ માટે મોકલાયો છે બાળકી સાથે કોઈ અઘટિત કૃત્ય થયા હોવાની શંકા ને લઈ બાળકી ના મૃતદેહ ને વડોદરા પેનલ પીએમ માટે મોકલાયો છે બાળકી ના પરીવારજનો માં રોષની લાગણી છવાઈ ગઈ છે ત્યારે જાણવા એવું પણ મળ્યું છે કે ગામના જ કોઈક વ્યક્તિ દ્વારા આ હેવાનીય નું કૃત્ય કર્યું હોય તેમ લાગી રહ્યું છે પોલીસ ઘટના સ્થળે પહોંચી શંકાસ્પદ ઈસમની અટકાયત કરવા ની તજવીજ હાથ ધરી છે.