હાલોલ 181 અભયમ ટીમની મદદથી વિધવા વહુને ત્રાસ આપતા સાસુ-સાસરાને સમજાવી સુખદ નિરાકરણ લવાયું

કાલોલ તાલુકાના એક ગામ માંથી એક મહિલાનો કોલ આવેલ અને જણાવેલ કે મારા સાસુ સસરા મને ઘરમાં રહેવા દેતા નથી અને મારા પતિના મૃત્યુ બાદ મને ઘરમાંથી કાઢી મૂકવાની કોશિશ કરે છે અને ગાળો બોલે મારપીટ કરવા આવે છે, તેમજ ધમકી બતાવે છે તેમ..તેથી 181 અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. ત્યારે મહિલાએ પોતાની આપવીતી જણાવેલ કે મારા બે સંતાનો છે અને પતિ એક મહિના પહેલા મૃત્યુ પામ્યા છે, તેથી હું મારા બે બાળકો લઈને સાસુ-સસરા સાથે રહું છું. ત્યારે સસરા વ્યસન કરી ઝઘડો કરે બીજી વ્યક્તિ પર શંકાઓ કરે અને ધમકી આપી રોજ હેરાન કરે તેમજ સાસુ પણ માનસિક ટોર્ચર કરે છે. ઘરમાં કામ બાબતે નાની નાની વાતમાં ઝઘડા કરે છે.

હવે તેઓ તેમાંથી મુક્ત થવા માંગતા હોય અને કાયમી શાંતિ ઈચ્છતા હોય જેથી તેમણે 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કર્યો હતો. મહિલાની તમામ હકીકતો સાંભળી અભયમ ટીમે તેમનું કાઉન્સિલિંગ કર્યું હતું. તેમને સાંત્વના આપી હિંમત આપી હતી. સાસુ-સસરાને બીજો દીકરો કે દીકરી કોઈ નથી તો વહુને બે બાળકો લઈને શાંતિથી રહેવા દેવું અને ઘરમાં દિકરી સમાન રાખવું જોઈએ. પછી કાયદાની સમાજ આપી હતી. બંને સાસુ વહુ એકબીજાને બોલાવતા ન હતા, પરંતુ અભયમ ટીમના કાઉન્સેલર દ્વારા અસરકારક સમજાવટ થી બોલાવતાં થયા હતા. ત્યારબાદ વિધવા વહુ નહિ પણ દિકરી સમજી તેની સાથે સારી રીતે રહીશું તેવી બાહેધરી આપી હતી.