હાલોલ રૂબામીન કંપનીમાં 34 વર્ષીય યુવાનનું પાડી જતાં મોત

હાલોલ, હાલોલ રૂબામીન પ્રા.લી.કંપનીમાંં કામદાર તરીકે કામ કરતાં 34 વર્ષીય યુવાન કંપનીમાં અચાનક નીચે પડી જતાં મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ રીન્કી ચોકડી પાસે આવેલ રૂબામીન કંપનીમાં કામદાર તરીકે નોકરી કરતાં નિલમસિંહ સરનામસિંહ યાદવ (મુળ રહે. નગલા ધુંધે, પોસ્ટ-ઈટેલી, તા.બીધુના જી.ઓરૈયા) 12 ઓકટોમ્બરના રોજ કંપનીમાંં અચાનક પડી જતાં મોત નિપજાવા પામ્યું. આ બાબતે હાલોલ પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધાવા પામી છે.