હાલોલના રાયણવાડીયા ગામે રોડ ઉપર ખેરના લાકડા ભરી જતાં કવાલીસ ઝાડ સાથે અથડાતા ચાલક અને કલીનરનું મોત

હાલોલ,

હાલોલ તાલુકાના રાયણવાડીયા હાથીખાના ફળીયા પાસે રોડ ઉપરથી પસાર થતી કવાલીસ ગાડીમાં ખેરના લાકડા ભરી ગફલતભરી રીતે હંકારતા હોય અને સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવી ઝાડ સાથે અથડાવી દેતાં ચાલક અને કલીનરનું મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના રાયણવાડીયા હાથીખાના ફળીયા પાસે રોડ ઉપર થી પસાર થતી કવાલીસ ગાડી નંબર જીજે.07.એજી.2013માં ખેરના લાકડા ભરીને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવતા હોય લાકડાના લીધે કવાલીસના ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા રોડ સાઈડના ઝાડ સાથે ધડાકાભેર અથડાવી દીધી હતી. ઝાડ સાથે અથડાતા ડ્રાઈવર જુનેદ અહેમદભાઈ બેહરા (રહે. ચિખોદ્રા, ગોધરા)ને ગંભીર ઈજાઓ થતાં ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતું. જ્યારે કલીનર મહેફુજને માથા અને પગમાં ઈજાઓ થતાં મરણ ગયેલ હતા. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.