હાલોલના પ્રેમ સ્ટેટ પાસે જુગાર રમતા 6 જુગારીયાઓ ઝડપાયા

હાલોલ, હાલોલ ટાઉન પોલીસે હાલોલ નગરનાં ગોધરા રોડ પર આવેલ પ્રેમસ્ટેટ ખાતેથી પાણા પત્તાનો જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી આરોપીઓ સામે જુગારધારાનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલોલનાં ગોધરા રોડ પર આવેલ પ્રેમસ્ટેટ ખાતે સોસાયટીનાં રોડ ઉપર કેટલાક ઇસમો પાણા પત્તાનો પૈસાની હાર જીતનો જુગાર રમતા હોવાની પાક્કી બાતમી હાલોલ ટાઉન પોલીસને મળતા હાલોલ ટાઉન પોલીસની ટીમ બાતમી વાળી જગ્યા ઉપર છાપો મારતા કેટલા ઇસમો ટોળે વળી પૈસાની હારજીત નો પાના પત્તાનો જુગાર રમતા હતા. પોલીસે રેડ કરતા જુગારીઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. પોલીસે ઘેરો કરતા જુગાર રમતા 6 જુગારીઓ મહિપલકુમાર અશોકભાઈ પટેલ, પરેશકુમાર સમરસિંહ જાધવ,વિશાલભાઈ કિશોરભાઈ મકવાણા, ધવલકુમાર બિપીનભાઈ જયસ્વાલ, રોહિતકુમાર બુદ્ધિસાગર બારીયા, સમરસિંહ જામસિહ જાધવ નાઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા તેઓની અંગ જડતી કરતા અને દાવ ઉપર લગાવેલા રૂ.11740/- મળી આવ્યા હતા. પોલીસે 6 આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.