સીંગલ યુઝ પ્લાસ્ટિક અંગે વારંવાર બદલાતા નિયમોના કારણે હેરાન થયેલા ઉઘોગકારો દ્વારા ઉઘોગો ચલાવવા અંગે તેઓની વારંવારની રજુઆતો છતાં સમસ્યાનો નિકાલ નહિ આવતા તા.20/08/24ના રોજ જીઆઈડીસી ખાતે આવેલા તમામ પ્લાસ્ટિક ઉઘોગો અંદાજિત 300 ઉઘોગો સદંતર બંધ થતાં રોજીરોટી મેળવતા અંદાજિત 8 હજાર જેટલા કામદારોની રોજીરોટી છીનવાઈ છે. જયારે પરોક્ષ રીતે આ વ્યવસાય સાથે સંકળાયેલા અંદાજિત 2 હજાર જેટલા લોકોને પણ બેરોજગાર થવાનો વારો આવ્યો છે.
કામદારો દ્વારા 15 દિવસ બાદ તેઓની રોજીરોટીનો પ્રશ્ર્ન ઉઘોગો ચાલુ કરાવવા માંગ સાથે મોૈન રેલી યોજી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ હાલોલ કચેરી ખાતે તેમજ હાલોલ મામલતદાર ખાતે આવેદન આપી ઉઘોગો ચાલુ કરાવવાની માંગ કરી હતી. ઉઘોગો બંધ થયે 15 દિવસ જેટલો સમય વિતી ગયો છતાં ઉઘોગો પુન: શરૂ ન થતાં આર્થિક સંકટનો સામનો કરી રહેલા કામદારો દ્વારા જીઆઈડીસી ખાતે મોૈન રેલી પ્લેકાર્ડ સાથે યોજી વિશાળ સંખ્યામાં કામદારો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ રીજીનલ ઓફિસ હાલોલ ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યુ હતુ.
આવેદનપત્ર મુજબ અમો પ્લાસ્ટિક ઉઘોગના કામદારો છીએ, અમો રોજીરોટીનુ સંકટ અનુભવી રહ્યા છે. હાલોલ જીઆઈડીસીના પ્લાસ્ટિક ઉઘોગો બચાવો રોજગારી બચાવો તેમજ હું વિધવા મહિલા છુ, પ્લાસ્ટિક ઉઘોગમાં કામ કરતી હતી જે બંધ થતાં મારૂ ગુજરાન ચલાવવુ અને આવેદનના માઘ્યમથી જીપીસીબીની હેરાનગતિથી પ્લાસ્ટિક ઉઘોગકારોના ઉઘોગ બંધ કરતા અમો બેરોજગાર થયા છીએ, તેવા આક્ષેપો પણ કર્યા છે. અમારા ઉઘોગકારોએ બધી જગ્યાઓએ રજુઆતો કરી પણ તેનો નિકાલ આવતો નથી. નાના પ્લાસ્ટિક ઉઘોગો બંધ થયા છે. ઉઘોગકારો તેમના એકમો ભાડે આપી તેમનુ ગુજરાન ચલાવશે તો અમારા પરિવારનુ ગુજરાન કેવી રીતે ચલાવીશુ તેવા પ્રશ્ર્નો સાથે આવેદન આપ્યુ હતુ.