- વિમલ ઓઈલ સહિતની પેંઢીઓને કુલ રૂા.5.25 લાખનો સબક સમાન દંડ ફટાકારાયો.
ગોધરા, પંચમહાલ જિલ્લામાં હલકી ગુણવત્તા અને મિસબ્રાન્ડેડ ખાદ્યચીજોનું વેચાણ કરવા બદલ મહેસાણાની વિમલ ઓઈલ એન્ડ ફુડ્સ લિ. સહિતની પેઢીઓને પંચમહાલ જિલ્લાના નિવાસી અધિકકલેકટર અને એડજયુડીકેટીંગ ઓફિસર મહિપાલસિંહ ચુડાસમાએ કુલ મળી રૂ.5.25 લાખનો દંડ ફટકાર્યો મ છે. જેથી હલકી કક્ષાની ખાદ્ય ચીજોનું વેચાણ કરનાર અને સપ્લાયર તથા ઉત્પાદકોમાં ફફડાટની લાગણી ’ ફેલાઈ ગઈ છે.
નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ બંસલ સુપર માર્કેટ, વાવડી-ગોધરામાંથી લીધેલ ટોમેટો કેચપ (સેમ્સ બ્રાન્ડ)નો નમુનો સબસ્ટાન્ડર્ડ આવતાં બંસલ સુપર માર્કેટ, વાવડી તથા તેના સપ્લાયર દવે સેલ્સ એજન્સી, વડોદરા તથા તેના ઉત્પાદક સેમ્સ ફુડ પ્રોડકટસ પ્રો.બી., અંધેરી-મુંબઈને રૂા.50,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જયારે મે.ભરતકુમાર શશીકાંત મહેતા, ગોધરા માંથી લીધેલ રીફાઈન્ડ કપાસીયા તેલ (પશુપતીબ્રાન્ડ)નો નમુનો સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડેડ આવતા મે.ભરતકુમાર શશીકાંત મહેતા, ગોધરા તથા તેના સપ્લાયર શ્રી ક્રિષ્ણા એન્ટરપ્રાઈઝ, ગોધરા અને ઓઝોન પ્રોકોન પ્રા.લી., મહેસાણા તથા તેના ઉત્પાદક વિમલ ઓઈલ એન્ડ ફુડસ લી., મહેસાણાને રૂ.4.75 લાખ દંડ ફટકારવામાં આવ્યો છે.
આ અંગે રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશીયાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ખાદ્ય- ચીજોનો વ્યવસાય કરતા વેપારીઓ.પેઢીઓ દ્વારા ગુણવત્તાયુકત ખાદ્ય. સામગ્રી હલકી કક્ષા અને મીસબ્રાન્ડેડ પ્રોડકટસનું વેચાણ કરતાં હોવાના કિસ્સા સમયાંતરે જોવા મળતાં હોય છે. ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પંચમહાલના ફુડ સેફ્ટી ઓફિસર સહિતની ટીમ દ્વારા પંચમહાલ જિલ્લામાંથી ખાદ્ય– ચીજોના શંકાસ્પદ નમુનાઓ રાજયની ફુડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 2 ખાદ્યચીજો સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડેડ રિપોર્ટ જાહેર થયેલ હતા.