હાલોલ મતવિસ્તાર આવતા ઘોઘંબા ઉપર ધારાસભ્ય મહેરબાન આઠ ગામોમાં બાર કરોડના કામનું ખાતમુહર્ત

હાલોલ, હાલોલ મત વિસ્તારમાં આવતા ઘોઘંબા તાલુકામાં વણથંભી વિકાસ યાત્રા, જયદ્રસિંહ પરમારે 12 કરોડના ડામર રોડનું ખાતમુહર્ત કર્યું. ઘોઘંબા તાલુકામાં વર્થંભી વિકાસ યાત્રા અનુસંધાને હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે આઠ ગામોમાં 12 કરોડના ડામર રોડના કામોનું ખાતમુહર્ત કર્યું હતું. હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં આવતા ચંદ્રનગર, ભાણપુરા, પાધોરા,જીંજરી, લીલાઢાળ, વાંકોડ, સવાપુરા, ઘોઘંબા ફાટક તથા ફરોડ ગામે વર્ણથંભી વિકાસ યાત્રા અંતર્ગત ડામર રોડના કામોનું વિધિવત ખાતમુહર્ત કરવામાં આવ્યુ હતું. જેમાં નવીન રસ્તાઓ, રિકાર્પેટિંગ તથા બોક્સ ક્ધવર્ટના કામો કરવામાં આવશે ખાતમુહર્ત કરવા આવેલા હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે વડાપ્રધાન મોદીએ કરેલા વિકાસના કાર્યોની પ્રસંશા કરી આગામી લોકસભામાં નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા માટે મતદારોને અપીલ કરી હતી.

આજના ખાતમુહર્ત કાર્યક્રમમાં હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાથે અરવિંદસિંહ ટીંબી ઘોઘંબા તાલુકા ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ, પ્રમુખ હેમંતભાઈ રાઠવા, નિલેશભાઈ વરિયા સહિત ભાજપના હોદ્દેદારો કાર્યકરો તથા સરપંચ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.