હાલોલના રાયણવાડી ગામે જુગાર રમતા 3 જુગારીયાને પોલીસે ઝડપ્યા

હાલોલ તાલુકાના રાયણવાડી હાથીખાના ફળીયામાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ત્રણ ઈસમોને 12,750/-રૂપીયાના રોકડ સાથે ઝડપી પાડવામાંં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના રાયણવાડી ગામે હાથીફળીયામાં કેટલાક ઈસમો પાના-પત્તાનો જુગાર જાહેરમાં રમે છે. તેવી બાતમીના આધારે પાવાગઢ પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન મનોજ ગુલાબસિંહ પરમાર, રજનીકાંત લક્ષ્મણસિંહ પરમાર, નવીનભાઇ પરસોતમભાઇ નાયકને ઝડપી પાડયા હતા અને પકડાયેલા જુગારીયાઓની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ 12,750/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.