
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બે દિવસ ગુજરાતના 90 થી વધુ તાલુકાઓમાં વરસાદ આવયો હતો. અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના મોટાભાગા શહેરો ઠંડીના બાનમા આવી ગયા છે. મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો માત્ર 24 કલાકમાં 8 થી 13 ડિગ્રી ગગડ્યો છે. રવિવારે સાંજે સુસવાટાભર્યા પવન ફૂંકાયા હતા. મોડી સાંજથી લોકોને ડિસેમ્બરની ઠંડી હોય તેવો અહેસાસ થયો હતો. સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું હતું.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પવનની દિશા બદલાઇને ઉત્તર-પૂર્વના બર્ફીલા પવનોને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આગામી 24 ક્લાક દરમિયાન શહેરમાં ઠંડીનું જોર યથાવત રહ્યાં બાદ બુધવારથી બપોરે ગરમીમાં સામાન્ય વધારો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સોમવારે ઠંડા પવનોની અસરથી અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 5.6 ડિગ્રી ગગડીને 28.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૩.9 ડિગ્રી અને રવિવાર કરતાં દોઢ ડિગ્રી ગગડીને 13.3 ડિગ્રી નોંધાયું હતું. બુધવારથી ઠંડા પવનોનું જોર ઘટતાં શહેરમાં સવાર-સાંજ ઠંડક રહેશે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. માવઠાના કારણે રાજ્યના અનેક શહેરો ફરી ઠંડાગાર. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 1 દિવસમાં 9 ડિગ્રી ઘટ્યું. 8 શહેરોમાં પારો 15 ડિગ્રીથી નીચે ગગડ્યો.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ગુજરાતમાં એકાએક ઠંડી વધી ગઈ છે. બે દિવસ રાજ્યભમાં પડેલા માવઠા બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રવિવારે ભારે પવન સાથે સુસવાટાભર્યા પવન ફૂંકાયા હતા. લઘુત્તમ તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થયો હતો. ત્યારે ગુજરાતમાં માત્ર 24 કલાકમાં 8 થી 13 ડિગ્રી પાસે ગગડતા લોકો ઠંડીમાં ઠુઠવાયા છે.
ક્યાં કેટલું તાપમાન નોંધાયું-
અમદાવાદ – 14.8 ડિગ્રી
ડીસા – 12.4 ડિગ્રી
ગાંધીનગર – 14.6 ડિગ્રી
વડોદરા – 17.4 ડિગ્રી
સુરત – 20.4 ડિગ્રી
પોરબંદર – 14.4 ડિગ્રી
રાજકોટ – 13.2 ડિગ્રી
સુરેન્દ્રનગર – 13.6 ડિગ્રી
કંડલા – 12 ડિગ્રી
ભુજ – 13.1 ડિગ્રી
નલિયા – 11.4 ડિગ્રી
રાહતના સમાચાર એ છે કે આ ઠંડી લાંબો સમય નહિ રહે. આગાહી મુજબ, આગામી એક સપ્તાહમાં પારો ફરીથી ઉંચકાશે અને તાપમાન વધશે. કમોસમી વરસાદને કારણે આવો માહોલ હતો. જોકે, 7 માર્ચથી ફરીથી કમોસમી વરસાદનો એક રાઉન્ડ આવનાર છે. તેથી તે દિવસોમાં પણ ઠંડી રહે છે કે નહિ તે જોવું રહેશે. આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો ઓછો થશે. આ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે, હવે કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહીં પડે. પરંતું 5 માર્ચથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થશે.
દેશમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની ચેતવણી આપવામાં આવી છે. અલ નીનોના કારણે મે મહિના સુધી આકરી ગરમી પડશે. એમાં પણ હીટવેવના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. એક તરફ હિમાચલ પ્રદેશ તેમજ જમ્મૂ-કશ્મીરમાં ભારે હિમવર્ષાથી જનજીવન ઠપ્પ થયું છે. પ્રવાસીઓ ફસાયા છે. 650 કરતા વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ત્યારે આગામી દિવસોમાં આ સ્થિતિમાં મોટો ફેરફાર આવી શકે છે. માર્ચથી મે મહિનામાં આકરી ગરમી, લૂ અને હીટવેવની આગાહી કરવામાં આવી છે. ઉનાળામાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહે તેવી શક્યતા છે.