અમદાવાદ,\ ગરમીથી હાલ રાહત મળવાની કોઇ શકયતાઓ નથી. હવામાન વિભાગની આગાહી છે કે આગામી ૪૮ કલાક ગરમી આ જ રીતે કેર વરસાવશે. જો કે ૪૮ કલાક બાદ ગરમીથી દક્ષિણ ગુજરાતને રાહત મળશે અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં આગામી ૨ દિવસ તો ગરમીથી કોઇ રાહત મળવાની શકયતા નથી. અમદાવાદ-ગાંધીનગર જેવા મહાનગરોમાં તાપમાનનો પારો આવી રીતે જ ઉપર રહેશે. કચ્છમાં પણ ગરમી આવી રીતે જ કહેર મચાવશે.
જો કે આગામી ૪૮ કલાક બાદ ગરમીથી થોડી રાહત મળવાની શકયતાઓ છે. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શકયતાઓ છે. આગામી બે-ત્રણ દિવસો સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વંટોળ અને ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળશે. વધુ ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાતા માવઠાંની સંભાવના છે. ૧૪ મે સુધી પ્રિ મોન્સુન એક્ટિવટીને કારણે વરસાદી ઝાપટાની આગાહી. વધુ ગરમીને કારણે લોકલ સિસ્ટમ બંધાતા માવઠાંની સંભાવના છે. ૧૪ મે સુધી પ્રિ મોન્સુન એક્ટિવટીને કારણે વરસાદી ઝાપટાની આગાહી છે.
આ સાથે દેશમાં મોન્સુન પણ સમયસર આવશે તેવા અંધાણ વર્તાઇ રહ્યા છે. નૈૠત્યનું ચોમાસું નજીક આવી રહ્યું છે. દક્ષિણ ભારતની નજીકના ટાપુઓ અંદમાન નિકોબાર, શ્રીલંકા અને હિંદ મહાસાગરના ટાપુઓનું તાપમાન નૈૠત્યના ચોમાસા માટે સાનુકૂળ બન્યું છે. આગામી ૧૨થી ૧૩ દિવસોમાં ધીમે-ધીમે ભારતની નજીકના ટાપુઓ પર ચોમાસાની એન્ટ્રી થશે તેવી શક્યતા છે. હાલ દક્ષિણનું હવામાન તમામ દ્રષ્ટિએ ચોમાસા માટે સાનુકૂળ બન્યું છે. મે મહિનામાં ગરમી અને વરસાદ બંને જોવા મળશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને મય ગુજરાતમાં ગરમીનો કહેર આવી રીતે જ લોકોને પરેશાન કરશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદના કારણે ગરમીથી રાહત મળશે.