- તા. 11 થી 13 સપ્ટેમ્બર દરમિયાન ડી.ડી.ગીરનાર ચેનલ અને યુટયુબ માઘ્યમથી પ્રસારણ કરાશે.
- પ્રસારણને નિહાળવા માટે પંચમહાલ જીલ્લાની જાહેર જનતાને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ગોધરા દ્વારા અપીલ કરાઈ.
આગામી તારીખ 14 સપ્ટેમ્બર 2024ના રોજ પંચમહાલ તથા ગુજરાત રાજય સહિત સમગ્ર દેશની અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજનાર છે. જેમાં વિવિધ સમાધાન લાયક કેસોનો લોક અદાલતના માઘ્યમથી નિકાલ થાય અને લોક અદાલતના ફાયદાઓ જાણી મહત્તમ લોકો આવી લોક અદાલતોનો લાભ લઈ શકે તે હેતુથી લોક અદાલતના પ્રચાર-પ્રસાર માટે આગામી તારીખ 11 સપ્ટેમ્બર ર024ના રોજ બપોરે 2:30 કલાકે, તારીખ 12 સપ્ટેમ્બર 2024ના રોજ સાંજે 06:00 કલાકે તેમજ તારીખ 13 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 09:30 કલાકે આમ સતત ત્રણ દિવસ ડી.ડી.ગીરનાર ચેનલ અને યુટયુબ એપ્લીકેશનના માઘ્યમથી રાજયની વડી અદાલતના મુખ્ય ન્યાયમુર્તી જસ્ટીસ સુનિતા અગ્રવાલજીના વિશેષ સંદેશ સાથે વરિષ્ઠ ન્યાયમુર્તી જસ્ટીસ બિરેન એ. વૈષ્ણવ ઘ્વારા લોક અદાલત બાબતે વિશેષ ચર્ચા સહ માર્ગદર્શન કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે.
આ પ્રસારણને નિહાળવા માટે પંચમહાલ જીલ્લાની જનતાને જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, પંચમહાલ,ગોધરા દ્વારા અપીલ કરવામાં આવે છે, તેમ પંચમહાલ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.