હજ કમિટી દ્વારા નવા નિયમો અને અસહ્ય ભાવ વધારાને લઈ હજ ઉપર જનાર હાજીઓમાં વધતા આર્થિક ભારણ દુર કરવા રાષ્ટ્રપતિને ઉદ્દેશી શહેર કોંગ્રેસ દ્વારા આવેદન

ગોધરા,હજ કમિટી દ્વારા રોજબરોજ નવા નિયમો ભાવ વધારાને લઈ હજમાં જનાર હાજીઓને આર્થિક ભારણ વધતા નવા નિયમો પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે ગોધરા શહેર કોંગ્રેસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશી આવેદન આપ્યુંં.

ગુજરાત-પંચમહાલ ગોધરાના શહેરના વર્ષ 2023માં હજયાત્રા માટે અને આગામી સમયમાં આસ્થા સાથે હજ ઉપર જનાર હાજીઓમાં હજ કમીટી દ્વારા હાલમાં અવારનવાર નવા નિયમો તેમજ હજયાત્રાના ખર્ચમાં થયેલ બેફામ વધારા જેમાં રૂા.67,000 થી 70,000/-રૂપીયા જેટલા વધુ નાણાં ભરવાનો લેવાયેલ નિર્ણય લેવાયો છે. જેને લઈ પવિત્ર હજ યાત્રામાં જતા હાજીઓ અને તેમના પરિવારો આર્થિક બોજ વધ્યો છે. તેમજ નારાજગી જોવા મળી છે. નવા નિયમોમાં વાંધા-વચકા અને મુશ્કેલી ઉભી થતાં હાજીઓ નારાજગી જોવા મળી છે. નવા નિયમો ફેરફાર થતા ભાવ વધારાને કારણે હજયાત્રા દુસ્વપ્ન સાબિત થાય તેમ હોય ત્યારે આવા પ્રશ્ર્ન અંગે યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે ગોધરા શહેર કોંગ્રેસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આવેદનપત્ર જીલ્લા કલેકટરને આપવામાં આવ્યું.