હાલોલ નવજીવન હોટલના પાર્કિંગ ઉભેલ ટ્રક માંથી 14.12 લાખનો વિદેશી દારૂ એલ.સી.બી., એસ.ઓ.જી.એ ઝડપ્યો

  • સડેલા બટાકાની આડમાં હરીયાણા થી હાલોલના કોટા મેડાના બુટલેગરને દારૂ પહોંચાડવાનો હોવાની કબુલાત.

હાલોલ,

હાલોલ નવજીવન હોટલના પાર્કિંગમાં ઉભેલ ટ્રકમાં બટાકાની આડ માં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી એલ.સી.બી.પોલીસને મળેતા એસ.ઓ.જી.પોલીસ સાથે રાખી બાતમીવાળી ટ્રક માંથી ત્રણ ઈસમોને ઝડપી ટ્રકની તપાસ કરતાં ઈંગ્લીશ દારૂની બોટલો અને કવાટરીયા પેટીઓ નંગ-446 કિંમત 14,12,652/-રૂપીયા તેમજ ટ્રક મળી 24,33,192/-લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, ટ્રક નં.પીબી.13.બીએમ.0594માં સડેલા બટાકાની આડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે અને આ ટ્રક હાલોલ નવજીવન હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ છે. તેવી ચોકકસ બાતમીના આધારે એલ.સી.બી.પોલીસ અને એસ.ઓ.જી. પોલીસે પાર્કિંગમાં ઉભેલ ટ્રકોની તપાસ કરી બાતમીવાળી ટ્રકને શોધી કેબીનમાં સુતેલ ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા અને ટ્રકની તપાસ કરતાં ટ્રક માંથી ઈંગ્લીશ દારૂની પેટીઓ નંગ-446 કિંમત 14,12,652/-લાખ રૂપીયા તથા ટ્રક, અંગઝડતીમાં મોબાઈલ ફોન નંગ-3, રોકડા 13,440/-રૂપીયા મળી કુલ 24,33,192/-રૂપીયાના મુદ્દામાલ સાથે આરોપીઓ કર્મસીંગ સાવનસીંગ જાટ, મહિન્દરસીંગ પૂરનસીંગ વાલ્મીકી, મનોજકુમાર દીલબાગ સીંગ જાગ હરીયાણાને ઝડપી પાડવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો હરીયાણાથી ભરી લાવ્યા હતા અને હાલોલના મોટા મેડા ખાતે મહોબતસિંહ જશવંતસિંહ ચૌહાણને પહોંચાડવાનો હોવાની કબુલાત કરતાં આ બાબતે હાલોલ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવામાં આવી.