શહેરા,એસ.જે. દવે હાઈસ્કૂલ ખાતે સ્થાનિક પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંતોષ શેવાળેની ઉપસ્થિતિમાં ઇન્ટરનેશનલ ડ્રગ્સ નાબુદી અભિયાન અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંતોષ શેવાળે નાર્કોટિક્સ ડ્રગ્સના દુષણ અંગેની વિસ્તૃત માહિતી તેઓ દ્વારા આપવામાં આવા સાથે વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિ બાબતે શપથ પણ લેવડાવામાં આવ્યા હતા.