પંચમહાલમાં ૧૭૦ પેટ્રોલ પંપ ઉપર આવતી કાલે સાંજ સુધી ચાલે તેટલું પેટ્રોલ-ડીઝલના પુરવઠો.
કેન્દ્ર સરકાર દ્વારા વાહનોના ડ્રાઈવરો માટે નવા કાયદામાં ૧૦ વર્ષ સજા અને દંડની જોગવાઈના વિરોધમાં ટ્રક અને ખાનગી બસોના ડ્રાઈવરો હડતાળ ઉપર હોય જેથી અસર દેખાવાની શ થઈ છે. ગોધરાના બામરોલી રોડ આવેલ ગાંધી પરીખ એન્ડ સન્સ નામના પેટ્રોલ પંપ ઉ૫ર પેટ્રોલના જથ્થો ન હોવાથી વેચાણ બંધ જીલ્લામાં મોટાભાગના પેટ્રોલ પંપ ઉપર આવતી કાલ સાંજ સુધી ચાલે તેટલો પેટ્રોલ-ડીઝલનો જથ્થો બાકી રહ્યો છે. પેટ્રોલ પંપ ઉ૫ર પેટ્રોેલ-ડીઝલના અભાવથી વાહનો ઉ૫ર બ્રેક લાગશે.
ગુજરાત સહિત દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા ભારત સંહિતા કાયદામાં વાહનોથી અકસ્માતમાં વાહન છોડી ચાલક (ડ્રાઈવર) નાશી જાય તો ૧૦ વર્ષની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. જેને લઈ ગુજરાત સહિત દેશભરમાં ટ્રક અને ખાનગી બસોના ડ્રાઈવરો હડતાળ ઉપર ઉતર્યા છે. ટ્રક ડ્રાઈવરોની હડતાળની અસર દેખાવાની શ થઈ છે. ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલ ગાંધી પરીખ એન્ડ સન્સ નામના પેટ્રોલ પંપ ૫ઉર પેટ્રોલનો જથ્થો ન હોવાથી વેચાણ બંધ થયું છે. ટ્રક ડ્રાઈવરોની હડતાળને લઈ પેટ્રોલનો જથ્થો આવતો બંધ થયો છે. પંચમહાલ જીલ્લામાં ૧૭૦ પેટ્રોલ અને ડીઝલ પંપ આવેલ છે. આ તમામ પેટ્રોલ પં૫ ઉ૫ર આવતી કાલ સાંજ સુધી ચાલે તેટલો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે. તે પુરો થતાં સુધી જો ટ્રક ડ્રાઈવરોની હડતાળ સમેટાઈ નહિ તો પેટ્રોલ અને ડીઝલ વગર વાહનો ઉપર બ્રેક લાગી શકે છે.