ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક ધાર્મિક સમાગમમાં ભાગદોડ મચવાથી સોથી વધારે લોકોનું મોત એક ભયાવહ ઘટના છે. આ ઘટના એટલા માટે ઘટી, કારણ કે આ સમાગમમાં અનુમાન કરતાં ક્યાંય વધુ સંખ્યામાં લોકો સામેલ થયા અને જ્યારે તેઓ આયોજન બાદ જવા લાગ્યા તો અવ્યવસ્થાને કારણે ભાગદોડ મચી ગઈ અને જે લોકો પડી ગયા તેઓ કચડાઈ ગયા. આ પ્રકારની ઘટનાઓ માત્ર જાનહાનિનું કારણ જ નથી બનતી, બલ્કે દેશની બદનામી પણ કરાવે છે.
હાથરસની ઘટના કેટલી વધુ ગંભીર છે, તેનું અનુમાન એનાથી લગાવી શકાય છે વડાપ્રધાને લોક્સભામાં પોતાના સંબોધન વચ્ચે આ દુર્ઘટનાની જાણકારી આપી. એનાથી સંતુષ્ટ ન થઈ શકાય કે ઉત્તર પ્રદેશ સરકારે ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે અને દોષી લોકો વિરુદ્ઘ કઠોર કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે, કારણ કે સામાન્ય રીતે એ જોવા મળે છે કે આ પ્રકારની ઘટનાઓમાં કાર્યવાહીના નામ પર કશું જ નથી થતું. એ જ કારણે રહી-રહીને એવી ઘટનાઓ થતી રહે છે અને તેમા મોટી સંખ્યામાં આસ્થાળુઓ પોતાના જીવ ગુમાવે છે.
તેમ છતાં કોઈ બોધ શીખવાનો ઇનકાર કરવામાં આવે છે. ધાર્મિક આયોજનોમાં અવ્યવસ્થા અને અવગણનાને કારણે લોકોનો જીવ જવાની આ ઘટનાઓ પર એટલા માટે વિરામ નથી લાગી શક્તો, કારણ કે દોષી લોકો વિરુદ્ઘ ક્યારેય એવી કાર્યવાહી નથી કરવામાં આવતી, જે દૃષ્ટાંત બની શકે.
હાથરસમાં જે બાબાના સત્સંગમાં શ્રદ્ઘાળુઓની ભારે ભીડ ભેગી થઈ, તે પહેલાં પોલીસ સેવામાં હતા અને તેના આયોજનની દેખરેખ તેમના અનુયાયી જ કરતા હતા. આશ્ચર્યની વાત છે કે કોઈએ એ જોવા-સમજવાની કોઈ કોશિશ ન કરી કે ભારે ભીડને સંભાળવાની પર્યાપ્ત વ્યવસ્થા છે કે નહીં? એ માનવાનાં ઘણાં કારણો છે કે આ આયોજનની અનુમતિ આપનારા અધિકારીઓએ પણ કાગળિયે ખાનાપૂત કરીને ર્ક્તવ્યની ઇતિશ્રી કરી લીધી.
જો એવું ન થયું હોત તો કોઈએ એના પર ચોક્કસ ધ્યાન આપ્યું હોત કે આયોજન સ્થળ પાસેનો ખાડો લોકોના જીવ જોખમમાં નાખી શકે છે. એવું લાગે છે કે આપણા દેશમાં ધાર્મિક-સામાજિક આયોજનોમાં કોઈ તેની પરવા નથી કરતું કે જો ભારે ભીડને કારણે અવ્યવસ્થા ફેલાઈ ગઈ તો તેને કેવી રીતે સંભાળવામાં આવશે? શું એટલા માટે કે માર્યા જનાર લોકો નિર્ધન વર્ગના હોય છે? એ નક્કી છે કે હાથરસમાં એટલી વધુ સંખ્યામાં લોકોના માર્યા જતાં શોક સંવેદનાઓની લાઇન લાગી જશે, પરંતુ શું શોકાકુલ થનારા એવા કોઈ ઉપાય પણ કરી શકશે જેનાથી ભવિષ્યમાં દેશને શરમમાં મૂકનારી આવી ઘટના ન થઈ શકે?
પ્રશ્ર્ન એ પણ છે કે આખરે ધાર્મિક આયોજનોમાં ધર્મ-કર્મનો ઉપદેશ આપનાર લોકોને સંયમ અને અનુશાસનની શિખામણ કેમ નથી આપી શક્તા? આ પ્રશ્ર્ન એટલા માટે કારણ કે કેટલીય વાર એવાં આયોજનોમાં ભાગદોડનું કારણ લોકોનો અસંયમિત વ્યવહાર પણ બને છે.