જ્ઞાનવાપી કેસ: એએસઆઇનો સર્વે રિપોર્ટ આજે પણ કોર્ટમાં રજૂ થયો નહીં, નવી તારીખ મળી

વારાણસી, જ્ઞાનવાપી વિવાદ કેસમાં એએસઆઇ દ્વારા સર્વે રિપોર્ટ રજૂ કરવાનો આજે છેલ્લો દિવસ હતો. જોકે, આજે આ મહત્વના પ્રસંગે એએસઆઇએ સર્વે રિપોર્ટ દાખલ કરવામાં અસમર્થતા દર્શાવી છે. એએસઆઇએ સર્વે રિપોર્ટ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય માંગ્યો છે. એએસઆઇના એડવોકેટે કોર્ટમાં અરજી દાખલ કરીને વધુ એક સપ્તાહનો સમય માંગ્યો છે. તમને જણાવી દઈએ કે એએસઆઈના એડવોકેટે ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં જણાવ્યું હતું કે બ્લડ પ્રેશર વધવાને કારણે એએસઆઈના સુપરિન્ટેન્ડેન્ટ પુરાતત્વવિદની તબિયત બગડી રહી છે.

એએસઆઇના એડવોકેટે જિલ્લા ન્યાયાધીશને વિનંતી કરી છે કે આવી સ્થિતિમાં એક અઠવાડિયા પછી કોઈ પણ તારીખ આપો.એએસઆઇએ વધુ એક સપ્તાહનો સમય માંગવાના કેસમાં આજે બપોરે ૨.૩૦ કલાકે સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણી બાદ કોર્ટે સર્વે રિપોર્ટ રજૂ કરવા માટે વધુ એક સપ્તાહનો સમય આપ્યો છે. કોર્ટે એએસઆઇને સર્વે રિપોર્ટ રજૂ કરવા માટે ૧૮ ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. તમને એ પણ જણાવી દઈએ કે આ ચોથી વખત છે કે સર્વે રિપોર્ટ રજૂ કરવાનો સમય લંબાવવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે જ્ઞાનવાપી સંકુલને લઈને વિવાદ શરૂ થયા બાદ તેનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. એએસઆઈની ટીમ આજે કોર્ટ સમક્ષ પોતાનો સર્વે રજૂ કરવા જઈ રહી હતી. આ માટે ૧૧ ડિસેમ્બરનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તેમની ખરાબ તબિયતના કારણે એક સપ્તાહનો વધારાનો સમય માંગવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ફરી એક સપ્તાહ બાદ એટલે કે ૧૮મી ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. હવે એએસઆઇએ ૧૮ ડિસેમ્બરે કોર્ટ સમક્ષ પોતાનો સર્વે રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.