ગુજરાતમાં પાછળના ત્રણ વર્ષમાં ૪૯૫ વિધાર્થીઓ સહીત ૨૫,૪૭૮ વ્યક્તિઓએ આત્મહત્યા કરી, કોંગ્રેસ

દેશમાં અને ગુજરાતમાં સતત વધતા યુવાનો, ખેડૂતો, મહિલાઓ, નાના વેપારીઓની આત્મહત્યાની ઘટનાઓ શું આ ‘અમૃતકાળ’ છે? તેવો વેધક પ્રશ્ર્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાછળના ત્રણ વર્ષમાં ૪૯૫ વિધાર્થીઓ સહીત ૨૫,૪૭૮ વ્યક્તિઓએ આત્મહત્યા કરી. ગુજરાતમાં ત્રણ વર્ષમાં ૬૮૭૯ વિધાર્થીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. રાજ્યમાં વિધાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓમાં ૨૧ ટકાનો વધારો થયો છે.

ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદમાં ૩૨૮૦, સુરતમાં ૨૮૬૨, રાજકોટમાં ૧૨૮૭ આત્મહત્યાઓ ચિંતાજનક છે. ભાજપ સરકાર જરૂરિયાતમંદ લોકોને રોજગાર, આથક સહાયતા, માનસિક સ્વાસ્થ્યતા આપવામાં નિષ્ફળ નીવડી છે. વર્ષમાં ૨૦૨૨માં ૧,૬૪ ૦૩૩ લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં ૧૨,૦૫૫ વેપારીઓ, ૮૧૭૬ સ્વરોજગાર કરનાર એમ કુલ ૨૦,૨૩૧ લોકોએ આત્મહત્યા કરી. વર્ષ ૨૦૨૨માં ૧,૬૪ ૦૩૩ લોકોએ આત્મહત્યા કરી જેમાં ૧૨,૦૫૫ વેપારીઓ, ૮૧૭૬ સ્વરોજગાર કરનાર એમ કુલ ૨૦,૨૩૧ લોકોએ આત્મહત્યા કરી.

દેશમાં છેલ્લા છ વર્ષ અનુસાર ૨૦૧૭માં ૧,૨૯,૮૮૭, વર્ષ ૨૦૧૮માં ૧,૩૪,૫૧૬, વર્ષ ૨૦૧૯માં ૧,૩૯, ૧૨૩, વર્ષ ૨૦૨૦માં ૧,૫૩,૦૫૨, વર્ષ ૨૦૨૧માં ૧,૬૪,૦૩૩, વર્ષ ૨૦૨૨માં ૧,૭૧,૯૨૪ લોકોએ એમ કુલ ૯,૯૨,૫૩૫ લોકોએ દેશમાં આત્મહત્યા કરી જીવન ટુકાવ્યું હતું જે દેશ માટે અતિગંભીર બાબત છે. ત્યારે અહંકારી ભાજપા શાસકો જનતા માટે ક્યારે વિચારશે?

‘અચ્છે દિન’, ‘ખેડૂતોની આવક બમણી’, ‘દર વર્ષે બે કરોડ રોજગાર’, ‘મોંઘવારીના મારથી મુક્તિ મળશે’, સહિતના વાયદાથી તદ્દન વિપરીત ભાજપની નીતિનો ભોગ દેશના પરિવારો બની રહ્યા છે. દેશમાં રોજમદાર, શ્રમિકો, મહિલાઓ, ખેડૂતો,ખેતમજદૂરો વિધાર્થીઓ, વેપારીઓ સેવા નિવૃત લોકો, સહીત સહપરિવાર આત્મહત્યા થઈ રહી છે તે ચિંતાજનક છે. વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ સુધી સતત છ વર્ષથી આત્મહત્યાનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશમાં છેલ્લા ૬ વર્ષમાં ૯,૯૨,૫૩૫ લોકોએ આત્મહત્યા કરી હતી. દેશમાં સરેરાશ દરરોજ ૪૦૭ થી વધુ લોકો દેશમાં આત્મહત્યા કરી રહ્યા છે તેમજ ભારતમાં આત્મહત્યા કરનાર દર ચોથી વ્યક્તિ રોજમદાર છે. દર બે કલાકે ત્રણ બેરોજગાર અને દર પચ્ચીસ મીનીટે એક ગૃહિણી આત્મહત્યા કરી રહી છે. આથક સંકટ, બેરોજગારી, ગંભીર શારીરિક સમસ્યાઓ, પારીવારીક મુશ્કેલીઓ સહીતના કારણોસર આત્મહત્યાઓ સતત વધી રહી છે.