ગોવાહાટી,
આસામના ગુવાહાટીથી ૬૨ કિમી ઉત્તર-પૂર્વમાં બપોરે ૧૨.૨૭ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેની રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૫ રહી હતી.જ્યારે ભૂકંપની ઊંડાઈ પૃથ્વીથી ૧૦ કિલોમીટર નીચે રહી હતી.રિક્ટર સ્કેલ પર ૨.૦થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્?મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી.રિક્ટર સ્કેલ પર સૂક્ષ્?મ શ્રેણીના ૮,૦૦૦ ભૂકંપ વિશ્ર્વભરમાં દરરોજ નોંધાય છે.તેવી જ રીતે ૨.૦ થી ૨.૯ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે આવા ૧,૦૦૦ ધરતીકંપો દરરોજ આવે છે જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી.
જ્યારે ૩.૦ થી ૩.૯ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં ૪૯,૦૦૦ વાર આવે છે જે અનુભવાય છે.પ્રકાશ શ્રેણીના ધરતીકંપો ૪.૦ થી ૪.૯ તીવ્રતાના હોય છે જે સમગ્ર વિશ્ર્વમાં એક વર્ષમાં લગભગ ૬,૨૦૦ વાર રિક્ટર સ્કેલ પર નોંધાય છે.આ આંચકા અનુભવાય છે અને તેના કારણે ઘરની વસ્તુઓ હલતી જોવા મળે છે.