અલ્હાબાદ, સ્વાસ્થ્ય માટે હાનિકારક પાન મસાલા અને ગુટખા બનાવનાર કંપનીઓ અને તેનો પ્રચાર કરનારા અમિતાભ, શાહરૂખ, અજય, અક્ષય સહિતના અભિનેતાઓની મુશ્કેલીઓ વધી શકે છે. અલ્હાબાદ હાઈકોર્ટે ૨૨ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ આપેલા આદેશ સામે કોઇ કાર્યવાહી ન કરવા પર કેન્દ્ર સરકારના નોટિસ મોકલી જવાબ માગવામાં આવ્યો છે.
લખનૌમાં એકલ જજ પીઠ સામે અરર્જીક્તા વકીલ મોતીલાલ યાદવે પોતે હાજર થઇ ગુટખા અને પાન મસાલા કંપનીઓના દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદકોનો પ્રચાર કરનારા અભિનેતાઓ, જેમને પદ્મ એવોર્ડ્સ મળ્યા છે તેમની સામે કાર્યવાહી ન થવાની દલીલ કરી હતી. જેના પર કોર્ટે આદેશની અવમાનના અરજી પર કેન્દ્રીય સચિવ અને સરકારને નોટિસ મોકલી છે.
જસ્ટિસ રાજેશ સિંહ ચૌહાણની બેંચે કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને નિધિ ખરેને અવમાનના નોટિસ મોકલી, ચાર અઠવાડિયામાં પોતાનો પક્ષ રજૂ કરવા કહ્યું છે. આ અરજીમાં મોતીલાલ યાદવે કહ્યું કે, પદ્મ એવોર્ડ્સ મેળવનારા કલાકારોનું આ જાહેરાતોનો પ્રચાર કરવો કોઇપણ રીતે યોગ્ય અને નૈતિક નથી.
અભિનેતા અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અજય દેવગણ, સૈફ અલી ખાન અને અક્ષય કુમાર સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. આ બધા કલાકારો ગુટખા કંપનીઓના ઉત્પાદકોનો પ્રચાર કરે છે. કોર્ટે આગળની સુનાવણી માટે ૯ ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે. આ કેસમાં જનહિત અરર્જીક્તાની દલીલ હતી કે બંને અધિકારીઓ એટલે કે કેબિનેટ સચિવ અને ગ્રાહક સંરક્ષણના અધ્યક્ષને ૧૫ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ પ્રતિવેદન મોકલવામાં આવી હતી. જેમાં આ અભિનેતાઓ અને આ હાનિકારક પદાર્થોના પ્રચાર કરનારાઓ અને બનાવનાર કંપનીઓ પર કડક કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી હતી. પણ એક વર્ષ વીતી ગયું હોવા છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ મામલે કોર્ટે બંને અધિકારીઓને પૂછ્યું છે કે, શું કોઇ કાર્યવાહી થઇ છે કે નહી? અરર્જીક્તાએ સુપ્રીમ કોર્ટના ૧૯૯૬માં આપવામાં આવેલા ચૂકાદાનો પણ હવાલો આપ્યો છે. જેમાં કોર્ટે પદ્મ એવોર્ડ્સ માટે કલાકારોના સિલેક્શનને લઇ ચિંતા વ્યક્ત કરી હતી.