દિલ્હીને અડીને આવેલા સાયબર સિટી ગુરુગ્રામમાં ચાલતી વોલ્વો બસમાં આગ લાગી હતી.આગ લાગ્યા બાદ કેટલાક લોકોએ બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં બે લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટનામાં ઘાયલ લોકોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસ ગુરુગ્રામથી મહોબા જઈ રહી હતી. શરૂઆતમાં માહિતી આવી રહી હતી કે 10-15 લોકોએ બસની બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. બીજી તરફ, માહિતી મળતાની સાથે જ સ્થાનિક પ્રશાસને રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. બસમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. બસ નંબર AR 01 K7707 આગનો ભોગ બની હતી.
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ દુર્ઘટના 32 માઈલસ્ટોન બિલ્ડિંગની સામે રાત્રે 9 વાગ્યે થઈ હતી. તમને જણાવી દઈએ કે લોકો ઘણી વાર રાત્રે વોલ્વો ટૂરિસ્ટ બસમાં મુસાફરી કરે છે, જેમાં ઘણી સ્લીપર બસો પણ હોય છે.,