ગુરુગ્રામ,
પ્રખ્યાત પંજાબી સિંગર દલેર મહેંદીનું સોહનામાં દમદમા તળાવ પાસે ફાર્મ હાઉસને સીલ કરી દીધું છે. આ સિવાય ત્રણ લોકોના ફાર્મ હાઉસને પણ સીલ કરવામાં આવ્યુ છે. શહેર આયોજન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. ડિસ્ટ્રિક્ટ ટાઉન પ્લાનર (ડીટીપી) અમિત માધોલિયાએ કહ્યું કે, ’આ તળાવના કેચમેન્ટ એરિયામાં બનેલા અનધિકૃત ફાર્મહાઉસ હતા.
આ ત્રણેય ફાર્મહાઉસને સીલ કરી દેવામાં આવ્યા છે. આ ફાર્મ હઉસ અરવલ્લી રેન્જમાં કોઈપણ પરવાનગી વગર બનાવવામાં આવ્યા હતા. વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે પુષ્ટિ કરી કે, ત્રણ ફાર્મહાઉસમાંથી એક ગાયક દલેર મહેંદીનું છે જે લગભગ દોઢ એકરમાં બનેલું છે.
સોન્યા ઘોષ વિરુદ્ધ હરિયાણા રાજ્યના કેસમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (દ્ગય્)ના આદેશ બાદ પોલીસની મદદથી ત્રણ ફાર્મહાઉસ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. સદર સોહનાના સ્ટેશન હાઉસ ઓફિસરના નેતૃત્વમાં એક પોલીસ ટીમ ત્યાં તૈનાત કરવામાં આવી હતી.