
કાલોલ, ગુજરાત સ્કૂલ કવોલિટી એક્રેડિએશન કાઉન્સિલ દ્વારા ગુણોત્સવ બેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાલોલની ધી એમજીએસ હાઇસ્કુલને 1000 માંથી 906 ગુણ મળ્યા છે. શાળાનું પરીણામ 90.62 % જયારે શાળાને ગ્રેડ A+ મળ્યો છે. અધ્યયન અને અધ્યાપનમાં, શાળા વ્યવસ્થાપનમાં, સહ શૈક્ષણિક પ્રવૃત્તિમાં તેમજ સંસાધનો અને તેના ઉપયોગમાં પણ શાળાએ ઉત્તમ પરિણામ મેળવેલ છે. શાળા સંચાલનમાં 50 માંથી 46 ગુણ મળ્યા છે. જયારે શાળા સલામતીમાં 100 માંથી 100 ગુણ મળ્યા છે. જેથી સમગ્ર જીલ્લામાં એક ઉત્તકૃષ્ટ પરિણામ મેળવી એમજીએસ હાઇસ્કુલે કાલોલનું ગૌરવ વધાર્યું છે.